માળીયા (મી)માં ઘર પાસે પાર્ક કરેલ કારમાંથી બે ટાયરની વ્હીલ પ્લેટ સહિત ચોરી !
મોરબી જીલ્લામાં નકલી બીયારણ અને જંતુનાશક દવાનું વેચાણ રોકવા ચેકિંગ કરવાની માંગ
SHARE









મોરબી જીલ્લામાં નકલી બીયારણ અને જંતુનાશક દવાનું વેચાણ રોકવા ચેકિંગ કરવાની માંગ
મોરબીમાં નકલી બીયારણ, નકલી જંતુનાશક દવાનું વેચાણ કરવામાં આવતું હોવાનું અગાઉ સામે આવ્યું છે ત્યારે હાલમાં વવાનીની સિઝન છે ત્યારે નકલી બીયારણ, નકલી જંતુનાશક દવાનું વેચાણ ન થયા તે માટે ચેકિંગ કરવા માટે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે ડીડીઓને રજૂઆત કરેલ છે.
ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં વાવણી લાયક વરસાદ થયેલ છે જેથી કરીને ખેડૂતોએ ખેતી કામ શરૂ કર્યું છે ત્યારે મોરબીમાં અગાઉ નકલી ખાતર, નકલી બીયારણ, જંતુનાશક દવાનો જથ્થો પકડવામાં આવ્યો હતો અને ઘણી વખત આ નકલી બીયારણ, નકલી જંતુનાશક દવાના લીધે ખેડૂતોના પાકને પણ નુકશાન થાય છે અને તેઓની મહેનત અફળ જાય છે આટલું જ નહીં તેઓને આર્થિક નુકશાન પણ સહન કરવું પડે છે ત્યારે મોરબી જિલ્લાના ડીડીઓને ગ્રાહક સુરક્ષા મંડળના મોરબી શહેર અને જિલ્લાના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા આ બાબતે રજૂઆત કરવામાં આવી છે અને મોરબી જિલ્લાના ખેતીવાડી અધિકારી તથા ખોરાક અને ઔષધ વિભાગના અધિકારીને સૂચના આપવામાં આવે અને દરેક જંતુનાશક દવાની દુકાનની તલાસી લઇ નકલી વસ્તુ શોધવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
