મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી પરણિત પ્રેમિકાના પરિણીત પ્રેમીની હત્યાના ગુનામાં પરિણીતાના પતિ અને દિયરની ધરપકડ


SHARE





મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં રવિવારે વહેલી સવારે યુવાનને પૂઠના ભાગે તીક્ષણ હથિયારના પાંચ જેટલા ઘા ઝીકિને હત્યા કરવામાં આવી હતી જે બનાવમાં મૃતક યુવાનની પત્નીએ હાલમાં મૃતક યુવાનની પરણિત પ્રેમિકાના પતિ અને દિયરની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે બંન્ને આરોપીની ધરપકડ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પરસોતમ ચોક પાસે રહેતા સલમાબેને તૌફિકભાઈ ઉર્ફે ભઈલો ચાનીયાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધર્મેન્દ્ર ઉર્ફે ધમો જગદીશભાઈ કોળી અને તેના ભાઈ નરેન્દ્ર ઉર્ફે મોદી ઉર્ફે ભુરો જગદીશભાઈ કોળી સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતુ  કે, મોરબીના ખાટીવાસ વિસ્તારમાં તલાવડી વાસમાં ફરિયાદીના પતિ તોફિક ઉર્ફે ભાયલો ઈબ્રાહીમભાઇ ચાનિયા (30)ને શરીરે તીક્ષ્ણ હથિયારના આડેધડ પાંચ ઘા ઝીકિ દેવામા આવ્યા હતા. જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. 

વધુમાં મૃતક યુવાનની પત્નીએ ફરિયાદમાં જણાવ્યુ છે કે, આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધમો જગદીશભાઈ કોળીની પત્ની રીંકલ સાથે ફરિયાદીના પત્નીને પ્રેમસબંધ હતો જેથી ફરિયાદી પણ તેના પતિને પ્રેમ સબંધ ન રાખવા માટે સમજાવ્યા હતા. જો કે, રવિવારે વહેલી સવારે ધર્મેન્દ્ર ઉર્ફે ધમો અને નરેન્દ્ર ઉર્ફે મોદી ઉર્ફે ભુરો  બંને સ્કોર્પિયો ગાડી લઈને આવ્યા હતા અને ફરિયાદીના પતિના એક્ટિવનો પીછો કરીને તલાવડી વાસમાં તેને લાકડી વડે માર માર્યો હતો ત્યાર બાદ તેને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી હાલમાં હત્યાના આ બનાવમાં મોરબી સીટી એ ડિવિજન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજા દ્વારા આરોપી ધર્મેશ ઉર્ફે ધમો જગદીશભાઈ મેર જાતે કોળી (૨૬) અને નરેન્દ્ર ઉર્ફે ભૂરો ઉર્ફે મોદી જગદીશભાઈ મેર જાતે કોળી (૨૩) રહે વીસીપરા મોરબી વાળા ની ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપીઓના રિમાન્ડ લેવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

અકસ્માતમાં ઇજા
મોરબીમાં આવેલ કડિયા કુંભાર શેરીમાં રહેતા રાઠોડ દયાબેન રતિલાલ (૮૫) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર ત્યાં શેરીમાં બાઇક સ્લીપ થતા અકસ્માત થયો હતો જેમાં દયાબેનને ઇજાઓ થયો હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News