મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે એક્સ આર્મીમેન-આરએસએસના કાર્યકર્તાઓના હસ્તે ધ્વજવંદન ટંકારા તાલુકામાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચારનારા બાપને જેલ હવાલે મોરબી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પદે સચિનભાઈ વોરાની વરણી મોરબી નજીક જુદીજુદી બે જગ્યાએ વાહનોમાંથી 970 લિટર ડીઝલની ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ મોરબી એબીવીપી દ્વારા 26 મી જાન્યુઆરી નિમિતે ગ્રીન ચોક ખાતે ધવજવંદન કરાયું વાંકાનેરના વરડુસર ગામે આવેલ શાળામાં 26 મી જાન્યુ.એ 51 દીકરીઓએ કર્યું વૃક્ષા રોપણ મોરબીમાં સાર્થક વિદ્યામંદિરમાં ખાતે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો: વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા
Breaking news
Morbi Today

મોરબી નજીક જીમીત પટેલે ભાડે રાખેલા ગોડાઉનમાંથી દારૂની લોકલ સપ્લાઈ કરનારા લક્કી રાઠોડ સહિત બે આરોપીની ધરપકડ: પાંચ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE











મોરબીના લાલપર ગામ પાસે ગોડાઉનમાંથી ૧.૫૧ કરોડ રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો. જે ગુનામાં મુખ્ય આરોપીઓને પકડવાનો હજુ પણ બાકી છે જો કે, ગોડાઉન સુધી દારૂ અને બિયરનો જથ્થો આપનાર સહિતના કુલ મળીને ૧૯ આરોપીઓને પોલીસે અત્યાર સુધીમાં ક્રમશઃ પકડ્યા છે અને હાલમાં આ ગુનામાં પોલીસે કુખ્યાત બુટલેગર સહિતના વધુ બે આરોપીને પકડ્યા છે અને તેને કોર્ટમાં રજૂ કરીને આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે અન આ ગુનામાં હજુ પણ કેટલાક આરોપીઓના નામ સામે આવે તેવી શક્યતા છે.


મોરબીના લાલપર ગામ પાસે ગોડાઉનને ભાડે રાખીને અમદાવાદનો લીસ્ટેડ બુટલેગર જીમિત શંકરલાલ પટેલ તેના રાજસ્થાનના કુખ્યાત બુટલેગર રાજારામ મારવાડી અને ભરત મારવાડી સાથે ભાગીદારી દારૂનો ધંધો કરતો હતો અને ત્રણ જીલ્લામાં દારૂની સપલાઈ કરવામાં આવી રહી હતી આ ગુનામાં પોલીસે રેડ કરી હતી ત્યારે ગોડાઉનના મેનેજર રમેશ પુંજા પટણી અને ત્યાં કામે રાખવામા આવેલ મજૂરો સહિત કુલ ૧૦ આરોપીઓને રેડ કરી હતી ત્યારે જ પકડવામાં આવ્યા હતા અને માલ મંગાવનારા જીમિત શંકરભાઈ પટેલ સહિત કુલ મળીને ૨૧ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો.

જ્યારે એસએમસીની ટીમે દારૂની રેડ કરી હતી ત્યારે  લાલપર ગામે ગોડાઉનમાંથી ૧,૫૧,૧૦,૩૪૦ નો દારૂનો જથ્થો તેમજ અન્ય મુદામાલ મળીને કુલ ૨,૨૦,૯૦,૪૪૦ નો મુદામાલા કબ્જે કર્યો હતો આ ગુનામાં આજની તારીખે પણ અમદાવાદનો બુટલેગર જીમિત પટેલ પકડવાનો બાકી છે. જો કે, અત્યાર સુધીમાં ક્રમશઃ તપાસનીસ અધિકારી દ્વારા કુલ મળીને ૧૯ આરોપીઓને પકડવામાં આવેલ છે અને હાલમાં આ ગુનામાં કુખ્યાત બુટલેગર સહિત વધુ બે આરોપીઓને પકડવા આવ્યા છે જેમાં દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ જાતે દરબાર (42) રહે. શોભેશ્વર રોડ શોભેશ્વર મંદિર પાછળ વાણીયા સોસાયટી મોરબી મુળ રહે. ચાપરીયા તાલુકો જાંબવા જીલ્લો અલીરાજપુર (મધ્યપ્રદેશ), રવિન્દ્ર ઉર્ફે રવિ નટુભાઇ વિડજા જાતે પટેલ (39) રહે. હાલ ઘુટુ રોડ હરીઓમ પાર્ક સોસાયટી મોરબી મુળ. જુના દેવળીયા તાલુકો હળવદ વાળાનો સમાવેશ થાય છે.

વધુ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીમીત પટેલે ભાડે રાખેલા ગોડાઉન સુધી જે દારૂ અને બિયરનો જથ્થો ભરત મારવાડી દ્વારા મોકલાવવામાં આવતો હતો તેની લોકલ સપ્લાઈનું કામ આ આરોપીઓ દ્વારા કરવામાં આવતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે જેથી તેની આ ગુનામાં ધરપકડ કરેલ છે અને પોલીસે કુખ્યાત બુટલેગર સહિતના બંને આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કર્યા હતા જેથી કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. અને આ ગુનામાં હજુ પણ કેટલાક આરોપીઓના નામ સામે આવે તેવી શક્યતા છે.






Latest News