મોરબી પરણિત પ્રેમિકાના પરિણીત પ્રેમીની હત્યાના ગુનામાં પરિણીતાના પતિ અને દિયરની ધરપકડ
વાંકાનેર ના માટેલ નજીક આવેલ કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત
SHARE









વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તે યુવાનનું મોત નિપજ્યુ હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરી હતી જોકે બનાવો વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોય ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ ઇન ડિઝાઇન નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા રેંગો સીડીયુ સવૈયા (૩૧) નામના યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નિપજયુ હતુ ત્યારબાદ યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની પ્રથમ મોરબી ડિવિજન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એચ. વાસાણી દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવો વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે
અકસેનાતમાં ઇજા
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ રામજી મંદિર પાસે રહેતા મધુબેન રમેશભાઈ કંઝારિયા (૩૮) અને રમેશભાઈ કુંવરજીભાઈ કંઝારિયા (૫૩) નામના બંને વ્યક્તિઓ બાઈક ઉપર મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ક્રિષ્ના સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર અકસ્માતે તેનું બાઈક સ્લીપ થતા અકસ્માતના બનાવમાં બંનેને ઇજા થતા ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિજનલ પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બાઇક સ્લીપ
મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા ગોદાવરીબેન જસમતભાઈ ઠોરીયા (૭૨) તેના પૌત્રના બાઈકમાં પાછળના ભાગે બેસીને પંચાસર રોડ ઉપર આવેલ નાની કેનાલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર ત્યાં બાઇક સ્લીપ થયું હતું જે બનાવમાં ગોદાવરી બેનને ઇજાઓ થઇ હોય તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાગ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી
બાઇક સ્લીપ
મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતો બસીરભાઈ અકબરભાઈ પઠાણ (૨૪) નામનો યુવાન મોરબીના વિસ્તારમાં આવેલ જનનીની હોસ્પિટલ પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થતો હતો ત્યારે બાઈક સ્લીપ થતા અકસ્માત થયો હતો જેમાં તેને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વી કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી
