ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ મોરબીમાં વ્યાજખોરોના ત્રાંસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ ત્રણ આરોપી પકડાયા મોરબીમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન કરાયું પ્રાથમિક સુવિધા નહી મળે તો મોરબીના ચિત્રકૂટ સોસાયટી વિસ્તારમાં વિસાવદર વાળી થશે: સ્થાનિક લોકોની ચીમકી ટંકારાના નેકનામ ગામે વાડી પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ પાસે સ્પાની આડમાં સેક્સ રેકેટ ચલાવતી મારિયા નામની મહિલાએ મારી જિંદગી બરબાદ કરી: સુસાઇડ નોટ લખી યુવાને કર્યો આપઘાત


SHARE

















મોરબીના નીચી માંડલ પાસે સ્પાની આડમાં સેક્સ રેકેટ ચલાવતી મારિયા નામની મહિલાએ મારી જિંદગી બરબાદ કરી: સુસાઇડ નોટ લખી યુવાને કર્યો આપઘાત

મૂળ ટંકારાના લજાઈ ગામના અને છેલ્લા ત્રણ-ચાર મહિનાથી મોરબીના લાલપર ગામે આવેલ સીરામિક સિટીમાં સ્પામા કામ કરતી મહિલાની સાથે ફ્લેટમાં રહેતા યુવાને ફ્લેટમાં આપઘાત કરી લીધો હતો.જે બનાવમાં મૃતકના પરિવારજનો દ્વારા મરવા મજબૂર કર્યો હોવાનો આક્ષેપ કરી મૃતદેહ સ્વીકારવાની ના પાડતા મામલો ગરમાયો હતો અને બાદમાં મૃતકના મોટા ભાઈ દ્વારા મૂળ મિઝોરમની અને હાલ મોરબીના લાલપર સિરામિક સીટીમાં ફલેટમાં રહેતી સ્પાની સંચાલિકા તથા અન્ય બે લોકો સામે પોતાના ભાઈને મરવા મજબૂર કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા મોરબી સીટી બી ડિવિજન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા લજાઈ ગામનો રહેવાસી અને ટુર્સ ટ્રાવેલ્સમાં વાહન ચલાવવાનું કામકાજ કરતો ધ્રુવ નટવરભાઈ મકવાણા (ઉમર 25) નામનો યુવાન હાલ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે સિરામિક સિટીમાં રહેતો હતો.જ્યાં ફ્લેટ ખાતે તેણે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યુ હતુ.ઘુટુ ગામે આવેલા મારકો વિલેજ સોસાયટી ખાતે રહેતા પરેશભાઇ (પારસ ) સૂર્યકાંતભાઇ ઠાકર નામની વ્યક્તિએ તેની કાર મિત્રતાના લીધે મૃતક ધ્રુવ નટવરભાઈ મકવાણાને આપેલી હોય પરેશભાઈ ઠાકર પોતાના મિત્રો સાથે પોતાની કાર લેવા માટે લાલપર નજીકના સીરામીક સીટી ખાતે ગયા હતા.જ્યાં નીચે કાર પડી હતી અને ઉપર જઈને ફ્લેટમાં ચેક કરવામાં આવતા ત્યાં ધ્રુવ નટવરભાઈ મકવાણા નામના યુવાનએ ફ્લેટમાં આપઘાત કરી લીધેલી હાલતમાં ડેડબોડી લટકતી હોય પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જેથી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર પ્રાથમિક તપાસ માટે પહોંચીયા હતા અને બાદમાં મૃતક ધ્રુવ મકવાણાના મોટા ભાઈ મુકુંદભાઈ નટવરભાઈ મકવાણા (ઉમર 27) રહે. લજાઈ તા. ટંકારા જી. મોરબી વાળાને આ બાબતે જાણ કરવામાં આવી હતી જાણ થતા મૃતકનો પરિવાર પહોંચ્યો હતો અને તેમના પુત્રને મળવા માટે મજબૂર કરવામાં આવ્યો હોવાની તેઓએ ફરિયાદ કરી હતી જેથી કરીને બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા આ બાબતે આગળની તપાસ કરવામાં આવી હતી.

ઉપરોક્ત બનાવ સંદર્ભે હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લજાઇના રહેવાસી મુકુંદભાઈ નટવરભાઈ મકવાણાએ પોતાના નાના ભાઈ ધ્રુવ મકવાણાના આપઘાત  સંદર્ભે મારીયાબેન ઉર્ફે લાઇમોનપોઇ મૂળ રહે.ઐઝાવલ મિઝોરમ હાલ રહે.લાલપર સીરામીક સીટી મોરબી તેમજ લાલજી ભરવાડ રહે.કોઈલી તા.ટંકારા અને વિશાલ બોરીચા રહે.કોઈલી તા.ટંકાંઈએ એમ ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેમના નાના ભાઈ મૃતક ધ્રુવ નટવરભાઈ મકવાણાને મારયાબેનની સાથે પ્રેમ સંબંધ હોય અને હાલ તે તેણીની સાથે સીરામીક સિટીના મારિયાબેનના ફ્લેટમાં રહેતો હતો.દરમિયાનમાં મારીયાબેન દ્વારા અમદાવાદના થલતેજ પોલીસ સ્ટેશન ખાતે મૃતક ધ્રુવની સામે ખોટા આક્ષેપો  કરવામાં આવેલા હોય અને જેમાં આરોપી લાલજી ભરવાડ કે જે થલતેજ પોલીસ સ્ટેશનના એએસઆઇ હોય (જે પણ તપાસનો વિષય છે.) તેની સાથે મિલાપીપણું કરીને મૃતકની પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હતા અને જે બાબતે મૃતકે તેના મોટાભાઈ ફરિયાદી મુકુંદભાઈને ફોન કરતા તેઓએ 6000 રૂપિયા તેને ઓનલાઈન ટ્રાન્સફર પણ કર્યા હતા અને વધુ પૈસા માટે તેણે જણાવતા ફરિયાદી પાસે ન હોય તેઓએ ના પાડી હતી અને તે દરમિયાન આરોપી પૈકીના વિશાલ બોરીચાએ મૃતકની ગાડી અડાણે રાખી હોય જેના પૈસા બાબતે મૃતકને અવારનવાર જાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવતો તેમજ ધમકી આપવામાં આવતી હતી અને મૃતક ધ્રુવ મકવાણાને મરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો.મૃતક ટુર્સ  ટ્રાવેલ્સની ગાડી ચલાવવાનું કામ કરતો હતો અને મારિયા સાથેના પ્રેમ સંબંધના લીધે તેના પત્ની રોશનીબેન સાથે ઝઘડો થતા રોશનીબેન હાલ તેને છોડીને તેના પિયર જતા રહ્યા હોય.આ સમગ્ર બાબતનો મૃતકે લખેલ સુસાઇડ નોટમાં પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને વધુમાં તેને સુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે, આ મારીયાએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે.કે જે હાલ મોરબીના નીચી માંડલ ગામ પાસે સ્પનાના નામે સેક્સ રેકેટ ચલાવે છે તેવી બાબતોનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જેમાં લાલજી ભરવાડ અમદાવાદ થલતેજ પોલીસ સ્ટેશનના એએસઆઈ હોવાની વાત છે તેણે મારીયા સાથે મળીને પોતાની પાસેથી રૂપિયાની સતત ઉઘરાણી કરતા હોય અને ગાડી પણ અડાણે (ગીરવે ) મૂકવામાં આવેલી હોવાથી તેમના ભાઈ ધ્રુવ મકવાણાએ કંટાળી જઈને આપઘાત કરી લીધો હોવાની હાલ મૃતકના મોટાભાઈ મુકુંદભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવતા પોલીસે મરવા માટે મજબુર કરવું તેમજ એટ્રોસિટી એકટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.જેની આગળની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી પી.એ.ઝાલા ચલાવી રહ્યા હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળેલ છે.




Latest News