મોરબીમાં એબીવીપી-એનએસયુઆઈ દ્વારા GMERS મેડિકલ કોલેજની ફી માં કરવામાં આવેલ વધારો પાછો ખેંચવાની માંગ
મોરબીના રામકૃષ્ણનગરમાં ખુલ્લી-ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા ઉકેલવાની માંગ
SHARE









મોરબીના રામકૃષ્ણનગરમાં ખુલ્લી-ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા ઉકેલવાની માંગ
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણનગરમાં ખુલ્લી ભૂગર્ભ ગટર અને ઉભરાતી ગટરની સમસ્યા આજકાલની નહીં પરંતુ વર્ષોથી છે તેમ છતાં પણ તે સમસ્યાને ઉકેલવા માટે પાલિકા દ્વારા તસ્દી લેવામાં આવતી નથી જેથી અવારનવાર નાના મોટા અકસ્માતો બનતા હોય છે તેવામાં બે દિવસ પહેલા જ રામકૃષ્ણનગર વિસ્તારમાં ખોડીયાર માતાજીના મંદિર પાસે જે ખુલ્લી ભૂગર્ભ ગટર આવેલ છે તે ગટરની અંદર ખૂંટિયો પડી ગયો હતો. જેથી તેને બહાર કાઢવા માટે થઈને આસપાસના વિસ્તારમાં રહેતા લોકો દ્વારા રેસક્યું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તે ખુટીયાને ખુલ્લી ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને અવારનવાર આ વિસ્તારની અંદર ભૂગર્ભ ગટરના પાણી ઉભરાતા હોય છે જેના કારણે લોકોને પોતાના ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની જાય છે ત્યારે રામકૃષ્ણનગર વિસ્તારની અંદર ઉભરાતી ગટર અને ઢાંકણા વગરની ભૂગર્ભ ગટરની જે સમસ્યાઓ વર્ષોથી છે તે સમસ્યાઓ ઉકેલવા માટે નગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માગણી અને લાગણી છે
