મોરબીના ઘુંટુથી લખધીરપુર જવાના રસ્તે કેનાલમાં ડૂબી જવાથી આધેડનું મોત
મોરબીમાં એબીવીપી-એનએસયુઆઈ દ્વારા GMERS મેડિકલ કોલેજની ફી માં કરવામાં આવેલ વધારો પાછો ખેંચવાની માંગ
SHARE









મોરબીમાં એબીવીપી-એનએસયુઆઈ દ્વારા GMERS મેડિકલ કોલેજની ફી માં કરવામાં આવેલ વધારો પાછો ખેંચવાની માંગ
ગુજરાતમાં આવેલ જીએમઇઆરએસ મેડિકલ કોલેજની વિદ્યાર્થીઓની ફી માં ચાલુ વર્ષથી 70 થી 80 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જેથી કરીને નબળા વર્ગના વિદ્યાર્થીઓને ડોક્ટર બનવાનું સપનું ક્યારે પણ સાકાર થઈ શકે તેમ નથી. માટે આ ફી વધારોનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીના રેલ્વે સ્ટેશન નજીક આવેલ જીએમએઆરએસ મેડિકલ કોલેજ ખાતે શુક્રવારે સવારે 11 વાગ્યે એબીવીપીના હોદ્દેદારો મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખીને ત્યાં પહોચ્યા હતા અને ફી વધારો પાછો ખેંચવા માટેની રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારે મેડિકલ કોલેજના ડિન ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ફી વધારો જે કરવામાં આવ્યું છે તે ફી વધારાને પાછો ખેંચવામાં આવે તેવી માંગણી એબીવીપી દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ બપોરે 12 વાગ્યાના અરસામાં મોરબી જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ, મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ એનએસયુઆઈના પ્રમુખની આગેવાની હેઠળ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખીને જીએમઇઆરએસ મેડિકલ કોલેજના ડીનને ફી વધારો પાછો ખેંચવા માટે થઈને રજૂઆત કરવામાં આવી હતી. અને આ તકે એનએસયુઆઈના પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા નકલી 500 ની ચલણી નોટોનો વરસાદ કરીને વિદ્યાર્થીઓની ફી માં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે પાછો ખેંચવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે અને જો ફી માં કરવામાં આવેલ ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે.
