મોરબીના રામકૃષ્ણનગરમાં ખુલ્લી-ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા ઉકેલવાની માંગ
મોરબીમાં વેજીટેબલ રોડ પર આવેલ સ્મશાન ખાતે કલેકટરની હાજરીમાં વૃક્ષારોપણ: ભરતનગર ગામે પણ કરાયું વૃક્ષારોપણ
SHARE
મોરબીમાં વેજીટેબલ રોડ પર આવેલ સ્મશાન ખાતે કલેકટરની હાજરીમાં વૃક્ષારોપણ: ભરતનગર ગામે પણ કરાયું વૃક્ષારોપણ
હાલ વર્ષાઋતુ ચાલી રહી છે અને મોરબી જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ જગ્યાએ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે મોરબીમાં વેજીટેબલ રોડ પર પંચમુખી હનુમાનજી મંદિરની બાજુમાં આવેલ સ્મશાનના પરિસરમાં કલેક્ટર સહિતના અધિકારીઓની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લામાં હાલ વૃક્ષારોપણની મુહીમ ચલાવવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં વેજીટેબલ રોડ પર આવેલા સ્મશાનના પરિસરમાં મોરબી જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન સહિતના ઉચ્ચ અધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારે આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડૉ. જયંતિભાઈ ભાડેસિયા, સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડૉ. ડી.એસ.પટેલ, ઉપપ્રમુખ જયોતિસિંહ જાડેજા, ખજાનચી કમ મંત્રી મનજીભાઈ સરાવાડીયા, કેશવજીભાઈ આદ્રોજા, થોભણભાઈ અઘારા, અનીલભાઈ વાઘેલા, કેશવજીભાઈ કંડીયા, રાજવિરસિંહ સરવૈયા, જયરાજસિંહ જાડેજા, મનસુખભાઈ માકાસણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આવી જ રીતે મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ તથા શ્રી ઉમિયા સેવા સમાજ ટ્રસ્ટ મોરબી દ્વારા ભરતનગર ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારે ભરતનગર ગામના સરપંચ વિઠ્ઠલભાઈ પાંચોટીયા, ઉપસરપંચ સવજીભાઈ સુરાણી, સહકારી મંડળીના પ્રમુખશ્રી નવીનભાઈ ફેફર સહિતના હાજર રહ્યા હતા.