વાંકાનેર, ટંકારા અને માળીયામાં દારૂની ત્રણ રેડ: 51 બોટલ દારૂ-40 બીયરના ટીન કબ્જે, બે આરોપી પકડાયા બેની શોધખોળ મોરબી નજીક રેઢી મળેલ ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો: 4.92 લાખનો મુદામાલ કબજે, આરોપીની શોધખોળ મોરબીમાં ત્રાજપર ચોકડી પુલ નિચે મૃત્યુ પામેલા અજાણ્યા આધેડની ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં જરૂરિયાત મંદ દીકરીની નર્સિંગની ફી ભરી આપતી મુસ્કાન વેલ્ફેર સોસાયટી ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાંથી 11.81 લાખનો દારૂ ઝડપી લેતી એસએમસી: ગોડાઉન ભાડે રાખનાર સહિત બે સામે ફરિયાદ વાંકાનેરમાંથી ટાટા ડીઈએફ કંપનીના ડુપ્લિકેટ ઓઇલના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ મોરબી નજીક રિક્ષાનો ઓવરટેક કરીને કોઈ વાંક વગર યુવાનને બીજા રિક્ષા ચાલકે મારમાર્યો વાંકાનેરમાં યુવાને કરેલ આપઘાતના બનાવમાં ચાર શખ્સો સામે નોંધાયો ગુનો
Breaking news
Morbi Today

વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે


SHARE











વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા. ૧૬/૭ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ, તાલુકા સેવા સદનની સામે, વાંકાનેર રાજકોટ હાઈવે, વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક/ એસએસસી /એચએચસી/ આઇટીઆઇ/ સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.








Latest News