મોરબીમાં ડોક્ટરનું સોશ્યલ મીડિયામાં ફેક આઈડી બનાવી ગઠિયાએ કળા કરી !
SHARE
મોરબીમાં ડોક્ટરનું સોશ્યલ મીડિયામાં ફેક આઈડી બનાવી ગઠિયાએ કળા કરી !
મોરબીના ઉધ્યોગારો અને આગેવાનોના ફેક આઈડી સોશ્યલ મીડિયામાં બનાવીને રૂપિયા માંગવામાં આવે તેવું અનેક વખત બન્યું છે તેવી જ રીતે હાલમાં મોરબીમાં એક ખાનગી હોસ્પિટલના ડોક્ટરનું ફેક આઈડી ફેસ બુકમાં બનાવવામાં આવ્યું છે અને તેના મિત્રો સહિતના પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી રહી છે જેથી કોઈને પણ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર ન કરવા માટે તેઓએ લોકોને જાણ કરી છે.
મોરબીમાં આવેલ ખાનગી હોસ્પિટલના ડો. પ્રહલાદ ઉઘરેજાના નામથી ફેક આઈડી ફેસ બુકમાં બનાવવામાં આવ્યું છે અને ભેજાબાજ શખ્સ દ્વારા તેના મિત્રો સહિતના લોકોને મેસેજ કરીને તાત્કાલિક પૈસાની જરૂર છે તેવા મેસેજ કરીને પૈસાની માંગણી કરવામાં આવી રહી છે. જો કે, આ વાત ડો. પ્રહલાદ ઉઘરેજાના ધ્યાને આવતાની સાથે જ તેમણે મિત્રો સહિતના સગા સંબંધીઓને ઓનલાઈન પૈસા ન આપવા માટેની જાણ કરી હતી. અને સોશ્યલ મીડિયાના મધ્યમથી તેઓની સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિએ પૈસા ન આપવા માટે તેને અપીલ કરી છે અને આ અંગેની તેઓએ પોલીસને પણ જાણ કરેલ છે.