મોરબીમાં ડોક્ટરનું સોશ્યલ મીડિયામાં ફેક આઈડી બનાવી ગઠિયાએ કળા કરી !
મોરબીમાં શનિવારે સર્વરોગ આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પ
SHARE
મોરબીમાં શનિવારે સર્વરોગ આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પ
નિયામક શ્રી, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી, મોરબીની સૂચના તથા માર્ગદર્શન અન્વયે સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા તા.૧૩-૭ ને શનિવારે સમય સલારે ૯ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી આયુષ્માન આરોગ્ય મંદિર, પ્રધાનમંત્રી આવાસ યોજના, દલવાડી સર્કલ, કામધેનુ પાર્ટી પ્લોટની પાછળ, મોરબી ખાતે વિનામૂલ્યે આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.આ કેમ્પનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરાયેલ છે.
કેમ્પમાં વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર (મેડિકલ ઓફિસર-આયુર્વેદ) અને વૈદ્ય જિજ્ઞેશભાઈ બોરસાણિયા (મેડિકલ ઓફિસર-આયુર્વેદ) સેવા આપશે.કેમ્પમાં આયુર્વેદિક નિદાન, સારવાર વિનામૂલ્યે મળી રહેશે.આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન, આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવા વિતરણ થશે.હરસ, મસા, શરદી, ઉધરસ, શ્વાસ, એલર્જીની શરદી, સાંધાનો દુ:ખાવો, ખરજવુ, ધાધર,ખીલ,કાળા ડાઘ જેવા ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ, અપચો, ગેસ, પેટનો દુખાવો, એસીડીટી, કૃમિ, કબજિયાત, મરડો જેવી પાચન સંબંધી તકલીફ, મધુમેહ, સ્થૂળતા જેવા જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવશે.