મોરબીમાં યુવાનના આપઘાતના બનાવમાં મૃતકની પ્રેમિકાની ધરપકડ, રિમાન્ડ લેવા તજવીજ: બે આરોપીની શોધખોળ
SHARE
મોરબીમાં યુવાનના આપઘાતના બનાવમાં મૃતકની પ્રેમિકાની ધરપકડ, રિમાન્ડ લેવા તજવીજ: બે આરોપીની શોધખોળ
મોરબી નજીકના લાલપર પાસે સીરામિક સિટીમાં સ્પામા કામ કરતી મહિલાની સાથે ફ્લેટમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ હતી અને આ યુવાને સ્યૂસાઇટ નોટ લખી હતી જેમાં તેને સ્પામાં કામ કરતી મહિલા સાથે પ્રેમસબંધ હતો તે મહિલા વતનમાં જવાનું કહીને મોરબીથી નીકળી હતી અને અમદાવાદમાં રહેતી હોવાની યુવાનને જાણ થઈ હતી જેથી યુવાન ત્યાં મહિલા પાસે ગયો હતો ત્યારે તે મહિલા અને તેની સાથે રહેલા અન્ય બે શખ્સોએ તેને ગોંધી રાખીને માર માર્યો હતો જેથી યુવાનને આપઘાત કરી લીધો હતો જેની ફરિયાદ આધારે પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરેલ છે.
મોરબી જિલ્લાના લજાઈ ગામનો મૂળ રહેવાસી અને ટુર્સ ટ્રાવેલ્સમાં વાહન ચલાવવાનું કામ કરતો યૌવના મોરબીના લાલપર ગામ પાસે આવેલ સિરામિક સિટીના ફ્લેટમાં તેની સ્પામાં કામ કરતી પ્રેમિકા મારીયા સાથે રહેતો હતો જે ધ્રુવ નટવરભાઈ મકવાણા (25) નામના નામના યુવાને ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જે બનવાની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ સ્થળ ઉપર પહોચી હતી ત્યાંથી એક સ્યૂસાઇટ નોટ પણ કબ્જે કરી હતી જેમાં મૃતક યુવાને લખ્યું હતું કે, આ મારીયાએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. કે જે હાલ મોરબીના નીચી માંડલ ગામ પાસે સ્પનાના નામે સેક્સ રેકેટ ચલાવે છે. જેથી પોલીસે આપઘાતના આ ગુનામાં હાલમાં મહિલા આરોપી મારીયાબેન ઉર્ફે લાઇમોનપોઇ મૂળ રહે.ઐઝાવલ મિઝોરમ હાલ રહે.લાલપર સીરામીક સીટી મોરબી વાળી ધરપકડ કરેલ છે.
યુવાને કરેલ આપઘાતના બનાવમાં મૃતકના મોટા ભાઈ મુકુંદભાઈ નટવરભાઈ મકવાણાની ફારીયાદ લેવામાં આવી છે. અને તેના ભાઈને મારવા માટે મજબૂર કરવામાં આવ્યો હોવાની તેને મારીયાબેન ઉર્ફે લાઇમોનપોઇ તેમજ લાલજી ભરવાડ અને વિશાલ બોરીચા રહે. બંને કોયલી તાલુકો ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તેના નાના ભાઈ ધ્રુવને મારીયા સાથે પ્રેમસંબંધ હતો અને તે સીરામીક સિટીના મારિયાના ફ્લેટમાં રહેતા હતા જો કે, મરિયા વતનમાં જવાનું કહીને નીકળી હતી અને બાદમાં તે અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતી હતી અને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદીના ભાઈની સામે ખોટા આક્ષેપો કર્યો હતો. જેથી તેને મળવા માટે ગયો હતો અને ત્યારે તેને ગોંધી રાખીને તેની પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હતા અને માર માર્યો હતો જેથી તેને લાગી આવતા તેને ફ્લેટમાં આવીને આપઘાત કર્યો હતો. હાલમાં પોલીસે યુવાનને મારવા માટે મજબૂર કરવો, એટ્રોસીટી, ધમકી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવેલ છે તેના આધારે પોલીસે મૃતક યુવાનને જેની સાથે પ્રેમસબંધ હતો તે મહિલા આરોપી મારિયાની ધરપકડ કરેલ છે અને તેના રિમાન્ડ લેવા માટે તજવીજ ચાલી રહી છે અને બીજા આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી છે