મોરબીમાં યુવાનના આપઘાતના બનાવમાં મૃતકની પ્રેમિકાની ધરપકડ, રિમાન્ડ લેવા તજવીજ: બે આરોપીની શોધખોળ
મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ પરણિત પ્રેમિકાના પતિ-દિયરના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1720799916.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ પરણિત પ્રેમિકાના પતિ-દિયરના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં ગત રવિવારે વહેલી સવારે યુવાનને પરણિત પ્રેમિકાના પતિએ તીક્ષણ હથિયારના ઘા ઝીકિને હત્યા કરી હતી જે ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી. અને આ ગુનામાં યુવાનની પત્નીએ મૃતક યુવાનની પરણિત પ્રેમિકાના પતિ અને દિયરની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે હત્યાના ગુનામાં બંને આરોપીની ધરપકડ કરી છે
લગ્નેતર સબંધોના પરિણામ હમેશા ખરાબ જ આવે છે તેવી જ એક ઘટના મોરબીના ખાટકીવાસ પાસે આવેલ તલાવડી વાસમાં રવિવારે વહેલી સવાર બની હતી જેમાં તોફિક ઉર્ફે ભાયલો ઈબ્રાહીમભાઇ ચાનિયા (30) નામના યુવાનની હત્યા તેની પરણિત પ્રેમિકાના પતિ અને દિયર દ્વારા કરવામાં આવી હતી અને ત્યારે યુવાનને પૂઠના ભાગે તીક્ષણ હથિયારના પાંચ જેટલા ઘા ઝીકિને તેનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. જેની ફરિયાદ મોરબીના પરસોતમ ચોક પાસે રહેતી મૃતક યુવાનની પત્ની સલમાબેને તૌફિકભાઈ ઉર્ફે ભઈલો ચાનીયાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી જેના આધારે પોલીસે હત્યના ગુનામાં બંને આરોપીને પકડી લીધેલ છે
હાલમાં હત્યાના આ બનાવમાં મોરબી સીટી એ ડિવિજન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજા દ્વારા આરોપી ધર્મેશ ઉર્ફે ધમો જગદીશભાઈ મેર જાતે કોળી (૨૬) અને નરેન્દ્ર ઉર્ફે ભૂરો ઉર્ફે મોદી જગદીશભાઈ મેર જાતે કોળી (૨૩) રહે વીસીપરા મોરબી વાળા ની ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપીઓ પાસેથી વાહન અને હથિયાર કબ્જે કરવામાં આવેલ છે. વધુમાં પોલીસ પાસેથી મળી રહેલ માહિતી મુજબ આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધમો જગદીશભાઈ કોળીની પત્ની રીંકલ સાથે ફરિયાદીના પતિને પ્રેમસબંધ હતો જે બાબતે અગાઉ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થયેલ હતી. આટલું જ નહીં ફરિયાદીએ પણ તેના પતિને પ્રેમસબંધ ન રાખવા માટે સમજાવ્યા હતા. જો કે, તે રીંકલને મળવા માટે ગયા હતા ત્યારે આરોપીઓએ સ્કોર્પિયો ગાડીથી પીછો કરીને આરોપીના એક્ટિવાને ટક્કર મારી હતી અને ત્યાર બાદ તેના ઉપર છરી અને ધોકા વડે બંને હુમલો કરીને યુવાનની હત્યા કરી નાખી હતી.
વધુમાં પોલીસ પાસેથી મળી રહેલ માહિતી મુજબ મોરબી જીલ્લામાં ચકચાર મચાવી દેનાર હત્યાના આ ગુનામાં પકડાયેલ આરોપીને પોલીસે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બંને આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી મોરબી સીટી એ ડિવિજન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજા અને તેની ટીમ દ્વારા આ ગુનામાં સંડોવાયેલ બીજા આરોપી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)