મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ ટંકારાના ધ્રોલિયા ગામના પાટીયા પાસે ઇકો ગાડી સીએનજી રીક્ષામાં અથડાતાં ઇજા પામેલા 3 વ્યક્તિ સારવારમાં મોરબીમાં સગીરાના અપરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી જેલ હવાલે  ટંકારાના વીરપર પાસે જમવા માટે ગયેલા યુવાન ઉપર હોટલ વાળાએ કર્યો છરી વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક મચ્છુ-1 ડેમના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE









વાંકાનેર નજીક મચ્છુ-1 ડેમના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામની સીમમાં મચ્છુ-1 ડેમના પાણીમાં ડૂબી જવાના કારણે કોઈ અજાણ્યા યુવાનનું મોત નીપજયું હતું. જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ ચાલી રહી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામે રહેતા ભવનભાઈ ઘોઘાભાઈ રાઠોડ જાતે કોળી (40)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે મચ્છુ-1 ડેમના પાણીમાં કોઈ અજાણ્યા 40 થી 45 વર્ષના યુવાનનું ડૂબી જવાના કારણે મોત નીપજયું છે જેથી કરીને પોલીસ ત્યાં પહોંચી હતી અને પાણીમાં ડૂબીને મૃત્યુ પામેલા યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતક યુવાન કોણ છે તેની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે તેવી વિગતો હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળેલ છે અને આ બનાવાની વધુ તપાસ એ.આર. બેરાણી ચલાવી રહ્યા છે.




Latest News