વાંકાનેર નજીક મચ્છુ-1 ડેમના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત
મોરબીના રંગપર પાસે માતા-પિતા કારખાનામાં કામમાં વ્યસ્ત રહેતા માટીના કૂવામાં પડી જવાથી માસૂમ બાળકીનું મોત
SHARE
મોરબીના રંગપર પાસે માતા-પિતા કારખાનામાં કામમાં વ્યસ્ત રહેતા માટીના કૂવામાં પડી જવાથી માસૂમ બાળકીનું મોત
મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલા સિરામિક કારખાનામાં માટીના કુવામાં રમતા રમતા ચાર વર્ષની બાળકી પડી ગઈ હતી જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. ત્યારબાદ બાળકીના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. ત્યારબાદ આ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ મધ્યપ્રદેશના રહેવાથી અને હાલમાં મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ નોટો સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા કાળુભાઈ ભુરસીંગભાઈ બામનીયા જાતે ભીલની ચાર વર્ષની દીકરી મીનાક્ષીબેન નોટો સિરામિક કારખાનામાં માટી વિભાગમાં રમતા રમતા માટીના કુવામાં પડી ગઈ હતી જેથી તેની મોત નીપજયું હતું ત્યારબાદ તે બાળકીના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.બી. પરમાર ચલાવી રહ્યા હોય તેમની સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતું કે, મૃતક બાળકીના માતા-પિતા ત્યાં કારખાનામાં કામકાજ કરી રહ્યા હતા ત્યારે બાળકી ત્યાં રમતી હતી અને રમતા રમતા માટીના કુવામાં પડી જવાના કારણે તેનું મોત નીપજયું છે. જે બનાવની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.