મોરબીના આંદરણા નજીક હોટલ પાછળથી ચાર બોટલો-10 લિટર દારૂ સાથે એકની ધરપકડ
SHARE
મોરબીના આંદરણા નજીક હોટલ પાછળથી ચાર બોટલો-10 લિટર દારૂ સાથે એકની ધરપકડ
મોરબી તાલુકાના આંદરણા ગામ પાસે હોટલની પાછળના ભાગમાં બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ચાર બોટલો તથા દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 1700 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ આંદરણા ગામની સીમમાં સમરાથલ હોટલની પાછળના ભાગમાં બાવળની જાળીમાં એલસીબીની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ચાર બોટલો તથા 10 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કુલ મળીને 1700 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. અને આરોપી રાજેશભાઈ ગોરધનભાઈ સારણ જાતે બિશ્નોઈ (25) રહે. હાલ આંદરણા સમરાથલ હોટલ તાલુકો મોરબી મૂળ રહે બિશનોઈ કી ઢાણી બેરુ ગામ તાલુકો જોધપુર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના હળવદ રોડ ઉપર આવેલા આંદરણા ગામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થયેલ હતી.જયેશ ભોજાભાઇ પરમાર (31) રહે.ભરવાડ વાસ આંદરણા વાળાને ઇજાઓ થઈ હતી.હળવદ રોડ ઉપર મહેન્દ્રનગર ગામ પાસે આવેલ શબરી હોટલના સામેના ભાગે મોટરસાયકલમાંથી પાડીને જયેશભાઇને પાઇપ તેમજ ધોકા વડે માર મારવામાં આવ્યો હોય હાલ આ બાબતે હોસ્પિટલમાંથી યાદી આવતાં બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા આ મારામારી અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.