ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ
Breaking news
Morbi Today

મોરબી : માળીયા મીંયાણાના વવાણીયા ગામે શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ 


SHARE













મોરબી : માળીયા મીંયાણાના વવાણીયા ગામે શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ 

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાની શ્રી વવાણીયા કન્યા શાળામાં બાળ સંસદની ચુંટણીનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં ધો.3 થી ૮ નાં કુલ ૧૯૫ જેટલા બાળ મતદારોએ ૧૦ ઉમેદવારો માટે પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો.સમગ્ર પ્રક્રિયા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ થઈ હતી.જેમાં બાળ મતદાર એજન્ટ, બાળ પોલિંગ સ્ટાફ , પ્રિસાઇડિંગ ઓફિસર અને બાળ સુરક્ષા સ્ટાફ વગેરે સાથે સમગ્ર ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી. અંતે મત ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી વર્ષ ૨૦૨૪-૨૫ માટે નવા બાળ મંત્રી મંડળની રચના પણ કરવામાં આવી હતી.આ સમગ્ર પ્રક્રિયા દ્વારા બાળકોમાં મતદાન જાગૃતિ, એકતા, નેતૃત્વ, લીડરશીપ વિગેરે જેવા મૂલ્યો વિકસાવવાનું ધ્યેય ઘણે ખરે અંશે સિદ્ધ થતું જોવા મળ્યું હતુ. સમગ્ર પ્રક્રિયા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હોય શાળાના આચાર્ય ઈશ્વરભાઈ સાવરિયા દ્વારા આ તકે તમામ શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.






Latest News