હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના ખારચિયા ગામે જોય વગર ટ્રેક્ટર રીવર્સમાં લેતા મામાના હાથે એક વર્ષની ભાણીનું મોત


SHARE









મોરબીના ખારચિયા ગામે જોય વગર ટ્રેક્ટર રીવર્સમાં લેતા મામાના હાથે એક વર્ષની ભાણીનું મોત

મોરબી તાલુકાના ખારચિયા ગામે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં મજૂર પરિવારની મહિલા પોતાની એક વર્ષની બાળકીને લઈને ટ્રેક્ટરમાંથી પરીવાર સાથે નિચે ઉતરી હતી.ત્યારે વણાંકમાં આગળ પાછળ જોયા વગર ચાલકે ટ્રેકટર રીવર્સમાં લેતા એક વર્ષની બાળકી ઉપર ટ્રેક્ટરનું વ્હીલ ફરી ગયું હતું જેથી બાળકીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રેક્ટર જે વ્યક્તિ ચલાવી રહ્યો હતો તેની જ સગી ભાણીનું આ અકસ્માતમાં મોત થયેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના ખારચીયા (આમરણ) ગામે રહીને મજૂરી કામ કરતો મૂળ એમપીનો પરિવાર ટ્રેકટરમાંથી નિચે ઉતર્યો હતો ત્યારે પરિવારની મહિલા પોતાની એક વર્ષની દીકરી ઉર્વીબેન વિજયભાઈ ભુરીયાને ખોળામાં લઈને નિચે ઉતર્યા હતા. ત્યારે એક વર્ષની બાળકી ટ્રેક્ટરના પાછળના ભાગે ઊભી હતી દરમિયાનમાં તે ટ્રેક્ટરના વ્હીલમાં આવી જતા માસુમ બાળકીનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યું હતું અને અહીંથી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા હાલ બનાવ સંદર્ભે બીટ વિસ્તારના જમાદાર ફિરોજભાઈ સુમરા આગળની તપાસ ચલાવી રહ્યા છે. તેમની સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, મૃતક બાળકીના મામા ટ્રેક્ટર ચલાવતા હતા ત્યારે અકસ્માતનો બનાવ બનેલ છે.

મારામારીના બનાવવામાં ધરપકડ
મોરબીના મહેન્દ્રનગર ગામે નજીવી વાતે મારામારીનો બનાવ બન્યો હતો જે મારામારીના બનાવમાં નોંધાયેલી ફરિયાદ આધારે પોલીસ દ્વારા કેવલ રૂગનાથ ડાભી જાતે કોળી (26) રહે. ધારડી વિસ્તાર સીએનજી પેટ્રોલ પંપ પાછળ મહેન્દ્રનગર, આશિષ ધીરુ વીરડા જાતે આહિર (27) રહે પીપર વાડી મહેન્દ્રનગર અને પ્રદીપ મહેશ ચાવડા જાતે આહિર રવાપરની અટકાય કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલી બક્ષી શેરીમાં રહેતા સચિન સતિષભાઈ શુકલ નામના 29 વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા તપાસ કરવામાં આવી હતી. મોરબીના લખધીરવાસ ચોક વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઇજા પામેલ સચિન ને હાલ સારવારમાં લઈ જવાયો છે.

ફિનાઈલ પી જતા સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામના પ્રેમજીનગર વિસ્તારમાં રહેતો સુરેશ દેવજીભાઈ ચાવડા નામનો 31 વર્ષનો યુવાન અગમ્ય કારણોસર તેના ઘરે ફીનાઈલ પી ગયો હતો જેથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં સારવાર કરવામાં આવ્યા બાદ હાલ તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા કારણ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.




Latest News