મોરબીના લોકો હવે હવામાનની માહિતી સરળતાથી ઓનલાઈન એપ્લીકેશન્સથી મેળવી શકશે
મોરબીમાં એસએમસીની ટીમે દારૂ ભરેલ ગોડાઉન પકડ્યું તે ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ: ચાર દિવસના રિમાન્ડ મંજૂર
SHARE
મોરબીમાં એસએમસીની ટીમે દારૂ ભરેલ ગોડાઉન પકડ્યું તે ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ: ચાર દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીના લાલપર ગામ પાસે ગોડાઉનમાંથી 1.51 કરોડ રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો. જે ગુનામાં મુખ્ય આરોપીઓને પકડવાનો હજુ પણ બાકી છે જો કે, ગોડાઉન સુધી દારૂ અને બિયરનો જથ્થો આપનાર સહિતના કુલ મળીને 21 આરોપીઓને પોલીસે અત્યાર સુધીમાં ક્રમશઃ પકડ્યા છે અને હાલમાં આ ગુનામાં મોરબી જિલ્લાના બુટલેગર પાસેથી દારૂનો જથ્થો લઈ જનાર કચ્છ જિલ્લાના રાપરના બુટલેગરને પકડવામાં આવેલ છે અને તેના ચાર દિવસના પોલીસે રિમાન્ડ મેળવ્યા છે.
અમદાવાદનો લીસ્ટેડ બુટલેગર જીમિત શંકરલાલ પટેલ તેના રાજસ્થાનના કુખ્યાત બુટલેગર રાજારામ મારવાડી અને ભરત મારવાડી સાથે ભાગીદારીમાં મોરબીના લાલપર ગામ પાસે ગોડાઉનને ભાડે રાખીને દારૂનો ધંધો કરતો હતો. ત્યાં એસએમસીની ટીમે ગત માર્ચ માહિનામાં રેડ કરી હતી ત્યારે ગોડાઉનના મેનેજર રમેશ પુંજા પટણી અને ત્યાં કામે રાખવામા આવેલ મજૂરો સહિત કુલ 10 આરોપીઓને પકડવામાં આવ્યા હતા. આ ગુનામાં માલ મંગાવનારા જીમિત શંકરભાઈ પટેલને સહિત કુલ મળીને ૨૧ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો.
જ્યારે એસએમસીની ટીમે રેડ કરી હતી ત્યારે ગોડાઉનમાંથી 1,51,10,340 નો દારૂનો જથ્થો તેમજ અન્ય મુદામાલ મળીને કુલ 2,20,90,440 નો મુદામાલા કબ્જે કર્યો હતો. આ ગુનામાં આજની તારીખે બુટલેગર જીમિત પટેલ પકડવાનો બાકી છે. જો કે, અત્યાર સુધીમાં ક્રમશઃ તપાસનીસ અધિકારી દ્વારા કુલ મળીને 21 આરોપીઓને પકડવામાં આવેલ છે અને છેલ્લે આ ગુનામાં કુખ્યાત બુટલેગર દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ અને રવિન્દ્ર ઉર્ફે રવિ નટુભાઇ વિડજાની પકડ્યા હતા અને તે બંને આરોપી રિમાન્ડ ઉપર છે
તેવામાં પોલીસે આ ગુનામાં હાલમાં પ્રવિણસિંહ અચુભા સોઢા જાતે દરબાર (28) રહે. ગોવિંદપુરા તાલુકાઓ રપાર કચ્છ વાળાની ધરપકડ કરી હતી અને તે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આગામી તા 15 સુધી એટ્લે કે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. આ આરોપીએ મોરબી જિલ્લાના બુટલેગર વિજય પાસેથી દારૂનો જથ્થો લઈ ગયેલ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે તેની આ ગુનામાં તેને પકડીને કાર્યવાહી કરેલ છે.