મોરબીના પીપળી રોડ ઉપર ડબલ સવારી બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં સંતો-મહંતો, સાંસદ, ધારાસભ્ય, માજી મંત્રી વિગેરેની હાજરીમાં સમરસ યુવા સંગઠન દ્વારા 65 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા મોરબીના આમરણ નજીક બાઇક સ્લિપ થતાં ઉર્ષમાંથી પરત ફરતા સલાયાના બે યુવાનોના મોત મોરબીની મચ્છીપીઠ અને લીલાપર રોડ પર મારામારી : ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા મોરબીના બરવાળા પાસે સગર્ભા પત્નીને માવતરે તેડવાં જતા યુવકને અકસ્માત નડ્યો : મોત મોરબીમાં ત્રણ બોટલ દારૂ સાથે બે અને હળવદમાં 11 બોટલ સાથે એક પકડાયો મોરબી જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોને જમીન ફાળવણીના 38 હુકમો એનાયત બાહેંધરીનો ભંગ થતા કાર્યવાહી: મોરબીના ખાટકીવાસમાં 2 કતલખાના સીલ
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ પાસે મોપેડને ડમ્પર ચાલકે હડફેટે લેતા આધેડનું મોત: ગુનો નોંધાયો


SHARE







































મોરબીના બેલા ગામ પાસે મોપેડને ડમ્પર ચાલકે હડફેટે લેતા આધેડનું મોત: ગુનો નોંધાયો

મોરબીના નાની વાવડી ગામે ન્યુ ગાયત્રી સોસાયટીમાં રહેતા આધેડ પોતાનું મોપેડ લઈને મોરબીના બેલા ગામની સીમમાં જે. ટી. પટેલ એન્ડ કંપની સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના મોપેડને ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં આધેડના શરીર ઉપરના ડ્રાઈવર સાઈડના ટાયર ફરી જતા તેઓને ગંભીરતા થઇ હોવાથી તેનો ઘટના સ્થળે જ મોત થયુ હતું અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે છોડીને નાસી ગયો હોય હાલમાં મૃતકના ભાણેજે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પરચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાનીવાવડી ગામે આવેલ ન્યુ ગાયત્રી સોસાયટીમાં રહેતા ચેતનભાઇ ભીખાભાઈ સાકરીયા જાતે પટેલ ઉપર (૩૦) એ હાલમાં ડમ્પર નંબર જીજે ૩૬ વી ૫૪૪૫ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં જણાવ્યુ છે કે તેઓના મામા હસમુખભાઈ ભગવાનજીભાઈ બોપલિયા (ઉંમર ૫૫) પોતાનું મોપેડ નંબર જીજે ૩ ક્યુ ૯૫૪૨ લઈને મોરબીના પીપળી રોડ ઉપર બેલા ગામની સીમમાં જે.ટી.પટેલ એન્ડ કંપની સામેથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે આરોપીએ તેને ડમ્પરની હડફેટે લીધા હતા અને આગળના ટાયરમાં આવી જવાથી અને રોડ ઉપર ઢસડાવવાના કારણે તેઓને ગંભીજા થઈ હોવાથી ફરિયાદીના પિતાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ અને ડમ્પરચાલક પોતાના હવાલા વાળું વાહન રેઢું મૂકીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલા આધેડના ભાણેજે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.














Latest News