વાંકાનેરના પલાસ ગામે જુગાર રમતા ત્રણ પતાપ્રેમીઓની 61,600 ના મુદ્દામાલ સાથે ધરપકડ
મોરબીના નવાગામના યુવાનની લીલાપર ગામના સર્વિસ સ્ટેશન નજીક કારમાંથી લાશ મળી
SHARE
મોરબીના નવાગામના યુવાનનું લીલાપર ગામના સર્વિસ સ્ટેશન નજીક શંકાસ્પદ હાલતમાં મોત
મોરબી તાલુકાના નવાગામ ખાતે રહેતા યુવાનનું લીલાપર ચોકડી પાસે સર્વિસ સ્ટેશન નજીક શંકાસ્પદ હાલતમાં મોત નીપજતા બનાવના કારણ અંગે તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી રહી છે.
મોરબી તાલુકાના નવાગામ ખાતે રહેતો મુકેશભાઈ ખેંગારભાઈ સોલંકી (ઉમર 42) નામનો યુવાન લીલાપર ગામની ચોકડી પાસે આશીર્વાદ સર્વિસ સ્ટેશન પાસે હતો.ત્યારે કોઈપણ કારણોસર તેનું મોત નીપજતા તેના ડેડબોડીને અજયભાઈ ખેંગારભાઈ સોલંકી મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં જોઈ તપાસીને ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ કરી છે.આ બનાવની પ્રાથમિક તપાસ એસ.વી.સોલંકી દ્વારા કરવામાં આવી રહી છે.વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક યુવાન તા.10 ના રોજથી ગુમ થઈ ગયો હતો અને તેનો પરિવાર તેને શોધતો હતો.તેવામાં લીલાપર ગામે આવેલ સર્વિસ સ્ટેશન નજીક કારની અંદરથી તે મળી આવ્યો હતો.તેનો પરિવાર ત્યાં પહોંચ્યો ત્યારે તે બેભાન હાલતમાં હોય પરિવાર દ્વારા 108 ને જાણ કરવામાં આવી હતી અને બાદમાં 108 આવી ત્યારે કારના કાચ તોડીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો અને તપાસવામાં આવતા તે મૃત હાલતમાં હોય ડેડબોડીને પીએમ માટે સિવિલ હોસ્પિટલએ લઇ જવામાં આવ્યું હતું.મૃતકના અવસાનથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.હાર્ટ એટેકના લીધે કુદરતી મોત છે કે અન્ય કોઈ બાબત તે જાણવા માટે તાલુકા પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.