સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સસ્તામાં ટાઇલ્સ આપવાનું કહીને કરવામાં આવેલ 90,535 ની છેતરપિંડીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ


SHARE

















મોરબીમાં સસ્તામાં ટાઇલ્સ આપવાનું કહીને કરવામાં આવેલ 90,535 ની છેતરપિંડીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ

મોરબીમાં ટાઇલ્સના વેપારીને વ્હોટસએપ ગ્રુપમાં ટાઇલ્સ બાબતે મેસેજ કર્યો હતો ત્યાર બાદ ફોન ઉપર વાત કરી હતી અને સસ્તામાં ટાઇલ્સ આપવાનું કહ્યું હતું અને તે વેપારીનો વિશ્વાસ મેળવી લીધા બાદ તેની પાસેથી બેન્ક એકાઉન્ટમાં સમયાંતરે 90,535 રૂપિયા મેળવી લીધા હતા અને ત્યારબાદ ટાઇલ્સ મોકલાવેલ નથી અને રૂપિયા પણ પાછા આપેલ નથી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરેલ છે અને એક આરોપીની શોધખોળ ચાલી રહી છે.

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ લક્ષ્મી સોસાયટીમાં શુભમ હાઈટ્સના બ્લોક નં. 601 રહેતા અને સિરામિક ટાઇલ્સનો વેપાર કરતાં અમિતભાઈ છગનભાઈ દેસાઈ જાતે પટેલ (40)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ નં. 87797 60037 તથા ફેડરલ બેંકના ખાતા નં. 1778010044799 ના ધારક સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, આરોપીએ વ્હોટસએપ ગ્રુપમાં ટાઇલ્સ બાબતે મેસેજ કર્યો હતો અને ત્યારબાદ ફરિયાદી સાથે ટાઇલ્સ બાબતે ફોન ઉપર વાત કરી હતી અને ફરિયાદીને વિશ્વાસમાં લઈને ફરિયાદીએ મંગાવેલ ટાઇલ્સ માટે ઈલેક્ટ્રીક ટેકનીકલ માધ્યમથી ફેડરલ બેંકના ખાતામાં ફરિયાદીના એક્સિસ બેન્કના ખાતામાંથી સમયાંતરે કુલ મળીને 90,535 રૂપિયા મંગાવી લેવામાં આવ્યા હતા. અને ત્યારબાદ ફરિયાદી યુવાનને ટાઇલ્સ કે રૂપિયા આપવામાં આવેલ નથી. જેથી યુવાનની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોય તેણે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી ધ્રુવ સુનિલભાઈ લાડવા જાતે પ્રજાપતિ (22) તથા અંકુર કિરીટભાઈ સેમારીયા જાતે ગુર્જર સુથાર (28) રહે. મવડી પ્લોટ રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બન્ને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે ચીટીંગના આ ગુનામાં મોરબીના એક શખ્સને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ ચાલી રહી છે

 અકસ્માતમાં ઇજા
મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં શિવ પાર્ક સોસાયટીમાં રહેતા હસમુખભાઈ મોહનભાઈ રાઠોડ (65) નામના વૃદ્ધ સોસાયટીના ખૂણા પાસેથી સ્કૂટર લઈને જતા હતા ત્યારે અકસ્માતના બનાવમાં તેઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News