મોરબીમાં મચ્છુ-3 ડેમનો 1 દરવાજો ખોલ્યો મોરબીના મકનસર ગામ પાસેથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો ટંકારાના નેકનામ ગામે પતિને અન્ય છોકરી સાથે આડા સબંધ રાખવાની ના કહેતી પરિણીતાએ દુ:ખત્રાસથી કંટાળીને કર્યો આપઘાત હળવદ તાલુકમાં તસ્કરોના ધામા: ખેડૂતોની જુદીજુદી 3 વાડીઓમાંથી કોપર વાયરની ચોરી હળવદના કડિયાણા ગામે છોટાહાથીના ચાલકે હડફેટે લેતા ઘરેથી મંદિરે જતાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ મોરબીમાંથી મળી આવ્યો ! મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું
Breaking news
Morbi Today

મોરબી શહેર અને પાનેલી ગામે થયેલ મારામારીના બે બનાવમાં એક-એક આરોપીની ધરપકડ


SHARE





મોરબી શહેર અને પાનેલી ગામે થયેલ મારામારીના બે બનાવમાં એક-એક આરોપીની ધરપકડ

મોરબીના પાનેલી ગોપાલ સોસાયટીમાં અને મોરબીના વાડી વિસ્તારમાં થયેલ જુદાજુદા મારા મારીના બે બનાવમાં પોલીસે એક એક આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

મોરબી તાલુકાના પાનેલી ગામે ગોપાલ સોસાયટીમાં સહદેવભાઈ ભાણજીભાઈ કંઝારીયા જાતે દલવાડી (36)એ ગૌરીબેન ઉર્ફે ભૂરીબેન શાંતિલાલજીતેન્દ્રભાઈ શાંતિલાલવર્ષાબેન શાંતિલાલગૌતમભાઈ લક્ષ્મણભાઈ કંઝારીયાજયેશ શાંતિલાલ કંઝારીયાઅરવિંદભાઈ લખમણભાઇ કંઝારીયાશાંતિલાલ ડુંગરભાઇ અને લખમણભાઇ ડુંગરભાઇની સામે ફરિયાદ નોંધાવેલ હતી કેઆરોપીઓ ફરિયાદીના ઘરે પોદળો નાખી ગયા હતા. જેથી વૈશાલીબેને આરોપીઓને કહેવા જતા આરોપીઓ તેને ગાળો આપી હતી અને ત્યાર બાદ હથિયારો સાથે ફરિયાદીના ઘરે આવીને મારા મારી કાઈર હતી જે ગુનામાં પહેલા પોલીસે બે મહિલા સહિત પાંચ આરોપીને પકડ્યા હતા અને હાલમાં આ ગુનામાં આરોપી જયેશ શાંતિલાલ કંઝરિયા (23) રહે. પાનેલી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

જયારે મોરબીના સનાળા રોડ નજીક આવેલ ગોકુલનગર જાગાની વાડીમાં રહેતા સંજયભાઈ ગોવિંદભાઈ કંઝારીયા એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાભુબેન કેશવજીભાઈ ડાભી અને મુક્તાબેન છગનભાઈ ડાભી રહે. બંને ઘુડની વાડી ગોકુળનગર પાછળ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે,  તેઓએ મામલતદાર કચેરીમાં દાવો કરેલ હતો જેનો ચુકાદો તેઓની તરફેણમાં આવ્યો છે જેથી રસ્તો ખુલ્લો કરાવવા માટે મામલતદાર કચેરી દ્વારા ડીમોલેશન કરવામાં આવ્યું હતું અને આરોપી બહેનોએ રસ્તો બંધ કરેલ હતો તે કાચી વાડનું ડિમોલેશન થયેલ હતું જે બાબતનો ખાર રાખીને માર માર્યો હતો આ ગુનામાં પોલીસે આરોપી આરોપી લીલાબેન કેશવજીભાઈ ડાભી (62) ની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી

મારામારીમાં ઇજા
મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા પરસોતમભાઈ હીરાભાઈ ચાવડા (41)ને નીચી માંડલ ગામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવી હતી




Latest News