મોરબીમાં નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલમાં હેલ્ધી બેબી કોમપિટિશન અને કીડ્સ કાર્નિવલ યોજાયો મોરબીમાં એબીવીપીના નવ નિયુકત કાર્યકર્તાઓનું સ્વાગત કરાયું મોરબી શહેર યુવા ભાજપની ટિમ દ્વારા પતંગ, દોરા, ચીકી અને શેરડીનું બાળકોને કરાયું વિતરણ માળીયા (મી) મામલતદાર કચેરી શહેરમા જ બનાવવા આમ આદમી પાર્ટીનું કલેક્ટરને અલ્ટિમેટમ મોરબીમાં ગેરકાયદે બાયોમેટ્રિક આધાર કાર્ડ બનાવવાના કેસમાં એક આરોપીના શરતી જામીન મંજુર મોરબીમાં પેટકોક ચોરીના કેસમાં પકડાયેલ ગોડાઉન માલીકનો જામીન પર છુટકારો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઝૂંપટપટ્ટીના બાળકોને પતંગ-દોરાનું વિતરણ મોરબી મહાપાલિકા રહી રહીને જાગી !: 139 સ્ટોલ ધારકોને ફટકાર્યો દંડ
Breaking news
Morbi Today

મોરબી નજીકથી ઝડપાયેલ યુરીયા ખાતરના ગુનામાં માલ માંગવાનર સહિત બે ની ધરપકડ


SHARE











મોરબી નજીકથી ઝડપાયેલ યુરીયા ખાતરના ગુનામાં માલ માંગવાનર સહિત બે ની ધરપકડ

મોરબી નજીકના ટીંબડી ગામના પાટીયા પાસે બસ સ્ટેન્ડની પાછળના ભાગમાંથી થોડા સમય પહેલા નિમ કોટેડ યુરિયા ખાતર ભરેલ એક મેટાડોર વાહનને પોલીસ દ્વારા પકડવામાં આવ્યું હતું જે બનાવ સંદર્ભે માલ આપનાર અને માલ મંગાવનાર સહિત ચાર સામે ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે પહેલા બે આરોપીને પકડ્યા હતા અને હાલમાં વધુ બે આરોપી પકડીને આગળની કાર્યવાહી કરી હતી.

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટીંબડી ગામના પાટીયા પાસે બસ સ્ટેશનની પાછળના ભાગમાંથી થોડા સમય પહેલા યુરિયા ખાતર ભરેલ મેટાડોર વાહનને પકડવામાં આવ્યું હતું અને જે બનાવ સંદર્ભે થોડા દિવસો પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા બે આઇસર નંબર જીજે ૩૭ વી ૬૯૮૪ અને જીજે ૩૬ ટી ૯૯૭૦ ના ચાલક તેમજ માલ ભરી આપનાર અને માલ મંગાવનારની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જેમાં જણાવ્યુ હતુ કેઆરોપીએ આઇસર મેટાડોરમાં નીમ કોટેડ યુરિયા ખાતર 16,280 કિલો જથ્થો જેની કિંમત રૂપિયા 97,670 થાય છે. તે ખેતી સિવાયમાં ઉપયોગમાં રેજીન બનાવવા માટે ઔદ્યોગિક હેતુ માટે વપરાશ કરી ગુનો કરેલ છે. જેથી રાસાયણિક ખાતર નિયંત્રણ તથા આવશ્યક ચીજ વસ્તુઓ અધિનિયમની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને પહેલા આ ગુનામાં આરોપી પ્રવીણભાઈ રણજીતભાઈ ઠાકોર અને દિનેશભાઈ કાળુભાઈ નાથજીને પકડીને જેલ હવાલે કર્યા હતા ત્યાર બાદ તપાસનીસ અધિકારી બી.એમ. બગાડ અને તેની ટીમે આરોપી મુન્નાભાઈ ઝાલાભાઇ ગોલતર જાતે ભરવાડ (21) રહે. વટવા અમદાવાદ અને વિજયભાઈ કલાભાઈ (27) રહે. ચૂંપણી તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ હતી અને આ આરોપીના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

ઝેરી દવા પીધી

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વડધરા ગામના ચંપાબેન શક્તિભાઈ દુધરેજીયા (21) નામની પરણીતાએ થાન તાલુકાના મોરથરા ગામે માવતરના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ થાન પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે

ઝેરી દવા પીધી

મોરબીના ભડીયાદ કાંટા પાસે આવેલ જીવરાજ પાર્કમાં રહેતા જયાબેન પ્રવીણભાઈ જાદવ (51) નામના મહિલાએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી






Latest News