મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મકનસર ગામે ટ્રેક્ટર નીચે કચડી નાખીને યુવાનની હત્યાના ગુનામાં એક આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાં મકનસર ગામે ટ્રેક્ટર નીચે કચડી નાખીને યુવાનની હત્યાના ગુનામાં એક આરોપીની ધરપકડ

મોરબીના મકનસર ગામનો યુવાન ટ્રેક્ટરમાં બેઠો હતો ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેને નીચે ફેંકી દીધો હતો. અને ત્યાર બાદ તે યુવાન ઉપર ટ્રેક્ટર ચડાવી દીધું હતુ જેથી યુવાનને ગંભીર ઈજા થવાથી તેનું ટૂંકી સારવારમાં મોત નીપજયું હતું ત્યાર બાદ પરિવારે હત્યાનો આક્ષેપ કર્યો હતો અને આ મામલે હાલમાં મૃતકના પિતાની ફરિયાદ લઈને પોલીસે ત્રણેય શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવા મકનસર ગામે રહેતા ગંગારામભાઈ ચકુભાઈ મકવાણા (72)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ટ્રેક્ટર વાળા ગોરધનભાઈ મગવાણીયા રહે. પ્રેમજીનગર અને બે અજાણ્યા શખ્સો આમ કુલ મળીને ત્રણ સામે ફરિયાદ કરેલ છેજેમાં જણાવ્યુ છે કેગત તા. 16 જુલાઈના રોજ ઘરે હતા અને બાળકો ઘર પાસે રમતા હતા ત્યારે તેઓનો પૌત્ર ધાર્મિક દરવાજા પાસે હતો ત્યારે તેને બાળકોએ કહ્યું હતું કેતારા પ્રકાશ કાકા પાણીના ટાંકા પાસે પડ્યા છે. અને લોહી નીકળે છે. જેથી પરિવારના લોકો ત્યાર ગયા હતા અને ફરિયાદીના દીકરા પ્રકાશ મકવાણા (34)ને લોહી નીકળતું હતુ જેથી તેને બેભાન હાલતમાં 108 મારફતે મોરબીની સરકારી હોસ્પિટલે લઇને આવ્યા હતા ત્યાર ટૂંકી  સારવારમાં તેનું મોત નીપજયું હતું.

વધુમાં ફરિયાદી જણાવ્યુ હતું કે. સ્થળ ઉપર લોકો કહેતા હતા કે તેનો દીકરો પ્રકાશ અને બે અજાણ્યા માણસો ગોરધનભાઈના ટ્રેક્ટર ઉપર બેઠા હતા ત્યારે ગોરધનભાઈ સાથેના માણસોએ પ્રકાશને ટ્રેક્ટર પરથી ફેંકી દીધો હતો અને ગોરધનભાઈએ પ્રકાશ પર ટ્રેક્ટર ચડાવી દીધું હતું જેથી તેને ગંભીર ઇજા થતાં તેની મોત નીપજયું છે. જેથી પોલીસે મૃતકના પિતાની ફરિયાદ આધારે હાલમાં ટ્રેક્ટર વાળા ગોરધનભાઈ અને તેની સાથે રહેલા બીજા બે શખ્સ આમ કુલ મળીને ત્રણ શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. અને આ ગુનામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર. મકવાણા અને તેની ટીમે હાલમાં એક આરોપી ગોરધનભાઈ સોમાભાઇ મગવાણીયા જાતે કોળી (45) રહે. પ્રેમજીનગર મકનર વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News