મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામકની ભુજ બદલી


SHARE













મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામકની ભુજ બદલી

મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે સહાયક માહિતી નિયામક તરીકે ફરજ બજાવતા ઘનશ્યામ પેડવાની જિલ્લા માહિતી કચેરી ભુજ (કચ્છ) ખાતે બદલી થતાં મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી. વર્ષ ૨૦૧૯ માં ૨૪ જુલાઈના રોજ મોરબી જિલ્લા માહિતી કચેરીમાં કચેરીના વડા તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા ઘનશ્યામ પેડવા ભુજ માહિતી કચેરી ખાતે સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત હતા. આ સમયગાળા દરમિયાન માહિતી નિયામકની કચેરી દ્વારા લેવામાં આવેલ સહાયક માહિતી નિયામકની પરીક્ષામાં પાસ થતા તેમની મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે સહાયક માહિતી નિયામક તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આમ જોતા સહાયક માહિતી નિયામક તરીકે તેમનું મોરબી પ્રથમ પોસ્ટિંગ હતું. મોરબી ખાતે પાંચ વર્ષની નોકરી પૂરી કર્યા બાદ ઘનશ્યામ પેડવાની તેમના વતનમાં કચ્છ ખાતે બદલી થતાં માહિતી પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવી લાગણીસભર વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેમેરામેન ભરતભાઈ ફુલતરીયામાહિતી મદદનીશ બળવંતસિંહ જાડેજાસિનિયર ક્લાર્ક એ.પી. ગઢવીફોટોગ્રાફર પ્રવીણભાઈ સનાળિયા તેમજ અન્ય સ્ટાફમાં કિશોરપરી ગોસ્વામીજયેશભાઈ વ્યાસ અને અજયભાઈ મુછડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.






Latest News