મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વીજળી, પાણી, સિંચાઈ, ટ્રાફિક, વરસાદી પાણીના નિકાલ સહિતના મુદાઓની સંકલનની બેઠકમાં સમીક્ષા


SHARE







મોરબી જીલ્લામાં વીજળી, પાણી, સિંચાઈ, ટ્રાફિક, વરસાદી પાણીના નિકાલ સહિતના મુદાઓની સંકલનની બેઠકમાં સમીક્ષા

મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં જીલ્લામાં વીજળી, પાણી, સિંચાઈ, ટ્રાફિક, વરસાદી પાણીના નિકાલ સહિતના મુદાઓની આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી અને કલેકટર દ્વારા સંબંધિત વિભાગોને સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી

મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી. જેમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા, જીતુભાઈ સોમાણી તેમજ મેઘજીભાઈ ચાવડા સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા તેઓની હાજરીમાં જીલ્લામાં વીજળી, પાણી, સિંચાઈ, વાંકાનેર સર્કિટ હાઉસ બનાવવા, વાંકાનેરમાં પીજીવીસીએલની નવી ઓફિસ બનાવવા, જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા નિવારવા, નેશનલ હાઇવે પર વરસાદી પાણીના નિકાલ, પાક વીમાની ચુકવણી બાબતે તેમજ વાંકાનેર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પૂરતા મહેકમ બાબતે અંગેના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નો અંગે જરૂરી સમીક્ષા કરી જિલ્લા કલેકટર દ્વારા સંબંધિત વિભાગોને સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા તેમજ પ્રજાને પડતી સમસ્યાઓને પણ તાત્કાલિક ધોરણે નિવારવા સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા




Latest News