મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં માનસિક બીમારીથી કંટાળીને યુવાને પોતાના જ ઘરમાં ન કરવાનું કરી નાખ્યું


SHARE













મોરબીમાં માનસિક બીમારીથી કંટાળીને યુવાને પોતાના જ ઘરમાં ન કરવાનું કરી નાખ્યું

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા યુવાનને માનસિક બીમારી હતી. જેથી તેનાથી કંટાળીને તેણે પોતે પોતાના ઘરની અંદર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. જે બનાવની મૃતક યુવાનના પિતા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ કોઠારીયા આમરણના રહેવાસી અને હાલમાં મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ભક્તિનગર-2 સોસાયટીમાં રહેતા બ્રિજેશભાઈ લાખાભાઈ માખેલા જાતે બોરીચા (35)એ પોતે પોતાના ઘરની અંદર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આપઘાતના આ બનાવ અંગેની મૃતકના પિતા લાખાભાઈ માખેલા જાતે બોરીચા (65)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાનને છેલ્લા બે વર્ષથી માનસિક બીમારી હોય માનસિક બીમારીથી કંટાળીને પોતે પોતાના ઘરની અંદર ઝેરી દવા પીને આપઘાત કરેલ છે. તેવી માહિતી મૃતકના પરિવાર પાસેથી મળેલ છે તેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બે બાઇક અથડાયા

મોરબીના રવાપર ગામ પાસે આવેલ ક્રિષ્ના સ્કૂલ નજીક લોટસ એપાર્ટમેન્ટમાં રહેતા સુવારીયા કેવિન રમેશભાઈ (20) નામના યુવાનને મોરબીના વાવડી ગામ પાસે આવેલ સુમતિનાથ સોસાયટી નજીક સામ સામે બે બાઈક અથડાતાં અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી. જેથી સારવાર માટે તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને બનાવની પ્રાથમિક તપાસ એમ.એચ. વાસાણી દ્વારા કરવામાં આવી છે

આધેડ સારવારમાં

મોરબીમાં ગઢની રંગ પાસે રહેતા રમેશભાઈ પરસોતમભાઈ દેવડા (50) નામના આધેડને મોરબીના જેતપર રોડ ઉપર રિક્ષામાંથી પડી જતા ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ વિજયભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી






Latest News