મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી નજીક પેપર મિલમાં લોડર ફરી જતાં નિંદ્રાધીન યુવાનનું મોત


SHARE









મોરબી નજીક પેપર મિલમાં લોડર ફરી જતાં નિંદ્રાધીન યુવાનનું મોત

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામની સીમમાં આવેલ પેપર મીલના કારખાનામાં સુતેલા યુવાનના કમરના ભાગ ઉપર રિવર્સમાં આવેલ લોડરના વ્હીલ ફરી ગયા હતા જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં મૃતક યુવાનના પત્નીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લોડર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામની સીમમાં આવેલ તીર્થક પેપર ઇન્ડસ્ટ્રીઝ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા ત્રિવેણીબેન હરીસિંગ લોધી જાતે ઠાકુર (44)એ લોડર નંબર જીજે 36 એસ 4346 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓના પતિ હરિસિંગ ફેરનસીંગ લોધી જાતે ઠાકુર (44) તીર્થક પેપર મીલમાં નાઈટ ડ્યુટીમાં વેસ્ટ વિભાગમાં કામ કરી રહ્યા હતા અને ત્યારે ત્યાં થોડીવાર આરામ કરવા માટે સુતા હતા દરમિયાન લોડર ચાલકે પાછળ જોયા વગર તેનું લોડર રિવર્સમાં લીધું હતું અને ત્યાં સુતેલા ફરિયાદીના પતિના કમરના ભાગ ઉપરથી લોડર ફેરવી દીધું હતું જેથી ફરિયાદીના પતિને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પત્નીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લોડર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરી છે

બાઇક સ્લીપ

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ આનંદનગર વિસ્તારમાં રહેતા કિરીટસિંહ પથુભા ઝાલા (50) નામના આધેડ બાયપાસ રોડ ઉપર આવેલ ધર્માલય સોસાયટી પાસેથી બાઈક લઈને પસાર થતા હતા ત્યારે ત્યાં અકસ્માતે બાઇક સ્લીપ થયું હતું જેથી આધેડને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે રહેતા રમેશભાઈ થોભણભાઈ કંઝારીયા (38) હળવદના શક્તિનગર પાસેથી બાઈક ઉપર જઈ રહ્યા હતા ત્યારે બાઈક અકસ્માતના બનાવમાં તેઓને ઇજા થતા ઇજા પામેલ હાલતમાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા. ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી હતી. અને આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી હતી




Latest News