24X7 આયુષ હોસ્પિટલ મોરબી તરફથી તમામ મોરબીવાસીઓને હાર્દિક શુભેચ્છા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહાનુભાવોની પ્રતિમાને સાફ કરાઇ મોરબીમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો મોરબીમાં તંત્રની અક્ષમ્ય બેદરકારીના લીધે બે વર્ષ પહેલા ઝૂલતા પુલ તૂટતાં લેવાયો ‘તો 135 લોકોનો ભોગ: જવાબદાર કોણ ? હજુ પણ સવાલ યથાવત મોરબીમાં વેપારી યુવાન રોકડા, મોબાઇક અને બુલેટ મળીને 8.56 લાખનો મુદામાલ પડાવી લીધો !: ખંડણી માંગીને આપી મારી નાખવાની ધમકી ટંકારાના મિતાણા પાસે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબી-દેવળિયામાં દારૂની બે રેડ: 33 બીયરના ટીન-12 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ ભારે કરી, સગો બાપ દિકરાને બચકુ ભરવા દોડ્યો: વાંકાનેરના માટેલ ગામે બનેલો બનાવ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ભાવપર ગામે સ્મશાન-મંદિર પાસે જુગારની બે રેડ: જુગાર રમતા છ પકડ્યા


SHARE











માળીયા (મી)ના ભાવપર ગામે સ્મશાન-મંદિર પાસે જુગારની બે રેડ: જુગાર રમતા છ પકડ્યા

માળીયા મીયાણા તાલુકાના ભાવપર ગામે સ્મશાન પાસે અને મંદિર નજીક જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી. ત્યારે કુલ મળીને છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. જેથી પોલીસે તેઓની પાસેથી 9,280 ની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારના બે ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળિયા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભાવપર ગામે દશામાના મંદિરની પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે અરજણભાઈ કરસનભાઈ રીણીયા (26), શૈલેષભાઈ મનહરભાઈ ફુલતરીયા (33)  અને ફિરોજભાઈ અસમાલભાઈ સુમરા (29) રહે. બધા ભાવપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 4550 ની રોકડ કબજે કરી કરી હતી. આવી જ રીતે જુગારની બીજી રેડ ભાવપર ગામે સ્મશાન પાસે કરવામાં આવી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા અનિલભાઈ વેરશીભાઈ કારૂ (28) રહે. નવા સાદુળકા, જયદીપસિંહ ઉર્ફે ભૂરો રણજીતસિંહ જાડેજા (30) રહે. ભાવપર અને ખેંગારભાઈ મોહનભાઈ રીણીયા (20) રહે. ભાવપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 4730 ની રોકડ કબજે કરી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારના જુદાજુદા બે ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વરલી જુગાર

માળીયા તાલુકાના ખાખરેચી ગામે બસ સ્ટેશન પાસે વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મનોજભાઈ પ્રભુભાઈ કૈલા જાતે પટેલ (35) રહે. ખાખરેચી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી 470 ની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News