મોરબીના લોકોને સારી પ્રાથમિક સુવિધા મળતી ન હોવાથી લોકોને વેરો માફ કરવાની કલેક્ટરને રજૂઆત
મોરબીમાં ધંધામાં ગયેલ ખોટને સરભર કરવા કેમિકલ ચોરીનો શોર્ટકટ અપનાવ્યો !: ચારેય આરોપી જેલ હવાલે
SHARE
મોરબીમાં ધંધામાં ગયેલ ખોટને સરભર કરવા કેમિકલ ચોરીનો શોર્ટકટ અપનાવ્યો !: ચારેય આરોપી જેલ હવાલે
મોરબીના બહાદુરગઢ ગામના પાટીયા પાસે કેમિકલની ચોરી કરવામાં આવતી હતી. ત્યા રેડને બે ટેન્કરમાંથી કેમિકલ કાઢતા ચાર શખ્સોને પકડવામાં આવ્યા હતા અને પોલીસે ત્રણ વાહનો, મોબાઇલ, કેમિકલનો જથ્થો વગેરે મળીને 64.82 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. જે આરોપીની રિમાન્ડ દરમ્યાન કરાયેલ પૂછપરછમાં એવી માહિતી સામે આવી હતી કે મોરબીના લોકલ જે બે આરોપી સંડોવાયેલ છે તેને ધંધામાં ગયેલ ખોટને સરભર કરવા માટે તેને કેમિકલ ચોરીનો શોર્ટકટ અપનાવ્યો હતો હાલમાં ચારેય આરોઈઓને જેલ હવાલે કરવામાં આવેલ છે.
મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટિયા પાસે કેમિકલ ચોરીના કૌભાડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને ત્યારે કંડલાથી ટેન્કરમાં કેમિકલ ભરીને ઝઘડીયા લઈ જતાં ટેન્કરોમાંથી કેમિકલ કાઢતા ચાર શખ્સોને પકડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ટ્રાન્સપોર્ટના સુપરવાઈઝર અબ્દુલભાઇ અલ્લાના ચાકીએ ચાર શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ હતી. જે ગુનામાં ટેન્કરના ચાલક મહેતાબખાન મહંમદગુલશન ખાન અને અબ્દુલકલામખાન જમ્માલુદીનખાન મુસ્લીમ તેમજ મોરબી તાલુકના કૌશિક વજુભાઇ હુંબલ અને હરેશ સાદુરભાઈ હુંબલને પકડવામાં આવ્યા હતા અને આ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં ચારેય આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે.
આ કેસની તપાસ કરી રહેલા મોરબી તાલુકાના પીએસઆઇ બી.એમ.બગડાની સાથે વાત કરતાં તેમણે કહ્યું હતુ કે, રિમાન્ડ દરમ્યાન એવી માહિતી સામે આવી છે કે, ટેન્કરના ચાલકો માહિનામાં એકાદ વખત આવી રીતે પોતાના ખર્ચા કાઢવા માટે કમિશનથી કીમતી વસ્તુ જુદીજુદી જગ્યાએ ટેન્કરમાંથી કાઢવા દેતા હતા અને જે બે સ્થાનિક આરોપી હતા તે બંને જે ધંધો કરતાં હતા તેમાં તેને ખોટ ગયેલ હતી જેથી કરીને ખોટને સરભર કરવા માટે તેને કેમિકલ ચોરીનો શોર્ટકટ અપનાવ્યો હતો અને પહેલી જ વખત કેમિકલ કાઢતા હતા ત્યારે જ એલસીબીની ટીમે રેડ કરીને તેઓની ઝડપી લીધેલ છે.