મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના મથક ગામે વાડીની ઓરડીમાં જુગારની રેડ: 6 પકડાયા, 1 નાશી ગયો


SHARE









હળવદના મથક ગામે વાડીની ઓરડીમાં જુગારની રેડ: 6 પકડાયા, 1 નાશી ગયો

હળવદ તાલુકાના માથક ગામની ગામની સીમમાં આવેલ વાડીએ ઓરડીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા શખસોમાં નાશભાગ મચી ગઈ હતી. જો કે પોલીસે સ્થળ ઉપરથી કુલ છ આરોપીઓની 37,300 ની કિંમત ના મુદ્દામાલ સાથે ધરપકડ કરેલ છે અને એક આરોપી નાસી ગયેલ હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લા એલસીબીની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના માથક ગામની સીમમાં આવેલ ઝાલાભાઇ સીણોજીયાની વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા શખસોમાં નાશ ભાગ મચી હતી જોકે, પોલીસે સ્થળ ઉપરથી વાડીના માલિક ઝાલાભાઇ જાદુભાઈ સિણોજીયા (55), સંદીપ ઉર્ફે હસો રામજીભાઈ સિણોજીયા (31) ભીમાભાઇ રૂડાભાઈ સડાણીયા (44), માંડણભાઈ ભોજાભાઇ સિણોજીયા (51) અને ભરતભાઈ વાસુભાઈ નંદેસરીયા (44) રહે બધા રાયધ્રા વાળા તેમજ અજીતભાઈ મેઘજીભાઈ સોઢા (50) રહે. નવા પીપળીયા વાળાની 37,300 ની રોકડ સાથે ધરપકડ કરી હતી જો કે, પોલીસને જોઈને દિનેશભાઈ હીરાભાઈ નંદેસરીયા રહે. રાયધ્રા વાળો નાસી ગયો હતો જેથી કરીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે અને હાલમાં સાત શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News