મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક અકસ્માત સર્જીને દંપતીને ખંડિત કરનારા ટ્રક ચાલકની ધરપકડ


SHARE

















મોરબી નજીક અકસ્માત સર્જીને દંપતીને ખંડિત કરનારા ટ્રક ચાલકની ધરપકડ

મોરબી નજીકથી દંપતી તેની બાળકી સાથે બાઈક ઉપર જઈ રહ્યું હતું ત્યારે ટ્રકના ચાલકે ખાલી સાઇડમાં તે બાઈકને હડફેટે લીધું હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનનું માથું ટ્રકના પાછળના જોટામાં ચગદાઈ જવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જોકે, મહિલા અને તેની દીકરીને ઇજા થયેલ હતી. જેની ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા મીનાબેન મુકેશભાઈ ખાંભડીયા જાતે કોળી (36)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક કન્ટેનર નંબર જીજે 39 ટી 9977 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેઓ તેમના પતિ મુકેશભાઈ ઠાકરશીભાઈ ખાંભડીયાના બાઈક ઉપર તેમની દીકરી પિનલ (3) સાથે નેશનલ હાઈવે રોડ ઉપરથી પોતાના બાઈક નંબર જીજે 3 પીએન 9331 માં જઈ રહ્યા હતા ત્યારે ટ્રકના ચાલકે ખાલી સાઈડમાંથી બાઇકને હડફેટે લીધું હતું. અને ફરિયાદીના પતિ બાઈક ઉપરથી નીચે પટકાતા તેઓના માથા ઉપરથી ટ્રકના પાછળના ટાયરનો જોટો ફરી જતા માથું ચગદાઇ જવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જોકે ફરિયાદી મહિલાને માથામાં તથા બંને હાથની કોણીમાં ઈજા થઈ હતી. અને તેની દીકરીને પણ ઇજાઓ થઈ હતી. ને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો. જેની ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં આરોપી સંજય રાજેન્દ્રકુમાર સૈવ (32) રહે. કાર્ગો સ્કૂલ પાસે ઝૂપડપટ્ટી ગાંધીધામ મૂળ રહેલ બિહાર વાળાની ધરપકડ કરેલ છે
 
મહિલા સારવારમાં
ધાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા ગૌરીબેન ઈશ્વરભાઈ પટેલ (50)  નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને મંદિરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કોઈ કારણસર તે બાઈકમાંથી નીચે પટકાતા તેને ઈજા થવાથી ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ આ બનાવ ધાંગધ્રા તાલુકા પોલીસની હદમા બનેલ હોવાથી ત્યાં જાણ કરવામાં આવેલ છે.

ફિનાઇલ પીધું
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આઈ.ટી.આઈ નજીક આવેલ ઉમા રેસીડેન્સીમાં રહેતો તુષાર શાંતિલાલ અગેરા નામનો વ્યક્તિ ફિનાઇલ પી જતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી ગયો
મોરબીના નાનીવાવડી ગામે રહેતા છગનભાઈ કમાભાઈ નાગવા (65) નામના વૃદ્ધને સાપ કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.    




Latest News