મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર ચોકડી પાસે ડબલ સવારી બાઇકને રિક્ષા ચાલકે ઉડાવતા ઈજા પામેલ મહિલા રાજકોટ ખસેડાયા


SHARE













મોરબીની ત્રાજપર ચોકડી પાસે ડબલ સવારી બાઇકને રિક્ષા ચાલકે ઉડાવતા ઈજા પામેલ મહિલા રાજકોટ ખસેડાયા

મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસેથી ડબલ સવારી બાઈકમાં જતા મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લીધા હતા અને આ અકસ્માત બનાવમાં ઇજા પામેલ મહિલાને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી વિસ્તાર તથા સામાકાંઠા વિસ્તારમાં બેફામ ગતિએ રીક્ષા ચલાવતા રીક્ષા ચાલકોનો ત્રાસ છે.તે નવી વાસ્તવિકતા છે.શહેરના કોઈપણ ચોક કે વિસ્તારમાં મન ફાવે ત્યાં રીક્ષા સ્ટેન્ડ બનાવી નાખવામાં આવે છે..! અને મન ફાવે ત્યાં પાર્કિંગ કરવામાં આવે છે..!( ટ્રાફિક પોલીસ દ્વારા કયા કારણોસર અસરકારક પગલાં લેવામાં આવતા નથી તે ઉચ્ચ કક્ષાએથી તપાસનો વિષય છે.) જેને લઈને લોકો હેરાન છે.તે ઉપરાંત બેફામ ગતિએ ચાલતા રીક્ષા ચાલકોનો ત્રાસ પણ એટલો જ છે.

આવો જ એક બનાવ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં બન્યો હતો.જેમાં સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસેથી બાઈકમાં જતા રોહિતભાઈ અને કાજલબેન રોહિતભાઈ વઘાનિયા (ઉમર 22) રહે.લાલપર વાળાઓના બાઈકને પુરપાટ જતી રિક્ષાના ચાલકે હડફેટે લીધા હતા.જે બનાવમાં કાજલબેન રોહિતભાઈ નામની મહિલાને ઈજાઓ થતા મોરબીની સિવિલ હોસ્પિટલે અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હાલ રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.બનાવની રાજકોટ ખાતેથી યાદી આવતાં હાલમાં સીટી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ અકસ્માત બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના શાક માર્કેટ પાસે આવેલ મકરાણીવાસ વિસ્તાર નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજા થતા ત્યાં રહેતા યાસ્મીનબેન ઈકબાલભાઈ ખુરેશી (ઉંમર 30) તેમજ મકબુલ ઈકબાલભાઈ (ઉંમર 12) ને ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેઓને લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો.જેથી સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા પાસેથી જાણવા મળેલ છે.મારામારીના કારણ અંગે પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

દવા પી જતા સારવારમાં

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં આવેલા વણપરી ગામે રહેતા જયદીપભાઇ ચમનભાઈ સોલંકી નામનો 23 વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે ઝેરી દવા પી ગયો હતો.જેથી તેને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા તપાસ કરવામાં આવી હતી.જો કે હાલ યુવાન બેભાન અવસ્થામાં હોય કયા કારણોસર આ બનાવ બન્યો..? તે જાણી શકાયેલ નથી.આગળની તપાસ માટે પડધરી પોલીસને જાણ કરવામાં આવી હતી.

સાપ કરડી જતા સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા દેવરાજભાઈ મનસુખભાઈ કુંઢીયા નામના 37 વર્ષના યુવાનને તેના ઘરે સાપ કરડી ગયો હતો.જેથી મોરબીની સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ દ્વારા નોંધ કરીને પોલીસને જાણ કરવામાં આવતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્રારા તપાસ કરવામાં આવી હતી.




Latest News