મોરબીના નીચીમાંડલ ગામે દુકાન પાસે બોલાચાલી-ઝઘડો થયા બાદ હવે સામસામે ફરિયાદ માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં હળવદના કોયબા ગામે જુગાર રમતા 5 શખ્સ 14,200 ની રોકડ સાથે ઝડપાયા માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

મોરબી નજીક કુદરતી હાજતે ગયેલ આધેડનું હાર્ટ અટેકથી મોત


SHARE











મોરબી નજીક કુદરતી હાજતે ગયેલ આધેડનું હાર્ટ અટેકથી મોત

મોરબીમાં કામ કરવા માટે આવેલ આધેડ કુદરતી હાજતે ગયા હતા અને ત્યાં હાર્ટ અટેક આવતા તેમનું મોત નીપજયું છે તે અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

આધેડનું મોત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સોહમ પેપર મિલના ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતાં ખુશનસીબ ઈશાકહુશેન (49) નામના આધેડ કુદરતી હાજતે ગયા હતા અને ત્યાં હાર્ટ અટેક આવતા તેમનું મોત નીપજ હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાળકી સારવારમાં

મોરબીમાં સનાળા રોડ ઉપર મોમ્સ હોટલની પાછળના ભાગમાં આવેલ ભાંડિયાની વાડી ખાતે રહેતા વિદ્યાબેન જયેશભાઈ નકુમ (7) નામની બાળકી બાઇકમાં બેસીને વજેપર પ્રાથમિક શાળા પાસેથી પસાર થઈ હતી ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થતાં બાળકી રસ્તા ઉપર નીચે પડી હતી અને તેને ઇજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ કરી હતી

મારામારીમાં ઇજા

મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા હીનાબેન મહેશભાઈ મૂછડિયા (20) નામની યુવતી કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા અહેમદ હુસેનભાઈ ભટ્ટી (38) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે 108 મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News