વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાંથી 7 બોટલ દારૂ, 36 બિયરના ટીન અને 265 લિટર દેશી દારૂ સાથે એકની ધરપકડ: વાંકાનેરના જોધપર પાસે દારૂ ફેંકીને ગાડી છોડીને બુટલેગર ફરાર !


SHARE

















મોરબીમાં ઘરમાંથી 7 બોટલ દારૂ, 36 બિયરના ટીન અને 265 લિટર દેશી દારૂ સાથે એકની ધરપકડ: વાંકાનેરના જોધપર પાસે દારૂ ફેંકીને ગાડી છોડીને બુટલેગર ફરાર !

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહરનગર શેરી નં-1 માં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 7 બોટલ, 36 બિયરના ટીન તથા 265 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે કુલ મળીને 11 હજાર રૂપિયાની કિંમતના દારૂ બિયરના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહરનગર શેરી નં-1 માં રહેતા ભગવાનજીભાઈ મકવાણાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી તેના આધારે પોલીસે તેના ઘરની અંદર દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની 7 બોટલો, બિયરના 36 ટીન અને 265 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કુલ મળીને 11 હજાર રૂપિયાની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ભગવાનજીભાઈ સીદાભાઈ મકવાણા જાતે અનુ. જતી (69) રહે. જવાહરનગર શેરી નં-1 ભડીયાદ રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

દારૂ ફેંકીને ગાડી છોડીને બુટલેગર ફરાર

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગ આપી ત્યારે આઈ-20 કાર નંબર જીજે 3 જેસી 5544 માં 250 લીટર દેશી દારૂ રાખીને તેની હેરાફેરી કરતા શખ્સે કોઈ કારણોસર દેશી દારૂનો જથ્થો જોધપર ગામના ઝાપા પાસે આવેલ સ્કૂલ પાસે જાહેરમાં ફેંકી દીધો હતો અને આઈ-20 કાર જોધપર ગામના ઓવરબ્રિજ પાસે આવેલ હરિયાણા મેવાત હોટલના કમ્પાઉન્ડ પાસે રોડ ઉપર રાખી દીધી હતી જો કે, આરોપી ત્યાંથી નાસી ગયેલ છે જેથી કરીને પોલીસે દારૂ અને કાર મળીને 2.55 લાખનો મુદામાલ કબજે કર્યો છે અને આઈ-20 કારના ચાલકની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News