મોરબી જીલ્લામાં આવેલ કમ્ફર્ટ હોટલમાં પડેલ જુગારની રેડનો મામલો: તપાસ માટે એસએમસીના એસપી નિર્લિપ્ત રાય સહિતની ટીમના ધામા હું કોઈનું કશું ચલાવી લેવાનો નથી, મોરબીની આયુષ હોસ્પિટલમાં 21 મહિનામાં PMJAY ના 11,393 કલેમ કરાયા હોય કલેકટરે કર્યો તપાસનો આદેશ હળવદ તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય- કલેક્ટર હાજર રહ્યા વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો ટંકારામાં ધારાસભ્યની હાજરીમાં તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા રમતગમત હરીફાઈ-વેશભૂષા હરીફાઈ તથા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી તાલુકાને અતિવૃષ્ટિ નુકશાની વળતર પેટે 76 કરોડ ખેડુતોના ખાતામાં ચૂકવાયા મોરબીના જોધપર ગામે ડો.હસ્તીબેન મહેતાનો ૧૪૮ મો એકદિવસીય કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના ગણેશપુર ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE











ટંકારાના ગણેશપુર ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત

ટંકારાના ગણેશપુર ગામે આવેલ તળાવમાં કોઈ કારણોસર યુવાન ડૂબી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના લીધે તેનું મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને આ બનાવ અંગેની મૃતક યુવાનના પિતા દ્વારા ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સજોઇ કમલ ફળિયુ વિસ્તારના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના સરાયા ગામે પ્રવીણભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મહેશભાઈ રૂપસિંહ મોહનિયા જાતે અનુ. જન જાતિ (25) ગણેશપર ગામની સીમમાં આવેલ ડેરીવાળું તળાવ તરીકે જાણીતા તળાવમાં કોઈપણ કારણોસર પાણીમાં પડી જતા પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી પાણીમાંથી તેના મૃતદેહને બહાર કાઢીને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના પિતા રૂપસિંગભાઈ મડિયાભાઈ મોહનિયા (46) રહે. હાલ વાઘોડિયા રસિકભાઈ પટેલની વાડીએ તાલુકો કાલાવડ વાળાએ ટંકારા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News