મોરબીના નાનીવાવડી રોડ બાઇકને છોટાહાથીના ચાલકે ટક્કર મારતા યુવાનનું મોત
SHARE








મોરબીના નાનીવાવડી રોડ બાઇકને છોટાહાથીના ચાલકે ટક્કર મારતા યુવાનનું મોત
મોરબીના નાનીવાવડી રોડ પરથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે છોટાહાથી વાહનના ચાલકે તેના બાઇકને ટક્કર મારી હતી. જેથી કરીને યુવાન રસ્તા ઉપર નીચે પટકાયો હતો. જેથી તેને માથા અને છાતીમાં જમણી બાજુએ ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને વાહન ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે છોડીને નાસી ગયો હતો જેથી હાલમાં મૃતક યુવાનના પિતરાઈ ભાઈની ફરિયાદ લઈને પોલીસે છોટા હાથીના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં ટંકારામાં આવેલ સ્લોગન વેલા સોસાયટી ખાતે રહેતા ઉમેદસિંહ લક્ષ્મણસિંહ ભાટી જાતે રાજપૂત (30)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છોટા હાથી નંબર જીજે 36 વી 0973 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે તેનો પિતરાઈ ભાઈ રાજેન્દ્રસિંહ મદનસિંહ ભાટી (30) રહે. નાની વાવડી વાળો તેનું બાઈક નંબર આરજે 21 બીએસ 5721 લઈને મોરબીના વાવડી રોડ ઉપર આવેલ નાયરાના પેટ્રોલ પંપ બાજુમાંથી પસાર થયો હતો ત્યારે છોટા હાથીના ચાલકે તેના બાઈકને ટક્કર મારી હતી જેથી ફરિયાદીનો પિતરાઇ ભાઈ રસ્તા ઉપર નીચે પટકાતા તેને માથા અને છાતીમાં જમણી બાજુએ તથા શરીરે ઇજાઓ થયેલ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું. અને અકસ્માત સર્જીને છોટા હાથીનો ચાલક પોતાનું વાહન ઘટના છોડીને નાસી ગયો હતો જેથી હાલમાં મૃતક યુવાનના પિતરાઈની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.આર.સોનારા ચલાવી રહ્યા છે. વધુમાં ફરિયાદી પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાન તેના કામ ઉપરથી ઘરે પાછો આવી રહ્યો હતો ત્યારે અકસ્માતનો બનાવ બનેલ હતો અને આ બનાવના લીધે પાંચ વર્ષના માસૂમ બાળકે પિતાની છત્રછાયા ગુમાવી છે.
