ભરોસો નહીં કે..: મોરબીના SP વારંવાર DYSP ને સોંપેલી તપાસ આંચકી કેમ લે છે !?, પોલીસ બેડા-રાજકીય વર્તુળોમાં ગરમા ગરમ ચર્ચા ગૌરક્ષકો ઉપર હુમલનો મામલો: મોરબીના ખાટકીવાસમાં બનેલ બનાવમાં બંને પક્ષના પાંચ-પાંચ આરોપીને પકડાયા કચ્છ સાંસદ આયોજીત ક્રિકેટ ડે નાઇટ સીઝન-૩ ને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડીયામાં સ્થાન મોરબીના ભરતનગર પાસે ડબલ સવારી બાઇકને ટ્રેલર ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા મારું વૃક્ષ, મારું ગૌરવ: હળવદના જુના અમરાપર ગામની શાળાનું નવતર અભિયાન મોરબીના ખાનપર ગામે આવેલ શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી માટેની પરીક્ષાની મોક ટેસ્ટ-૨ યોજાઇ મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક શક્તિનગર-ત્રાજપરમાં જુગારની બે રેડ: જુગાર રમતા સાત શખ્સો પકડાયા


SHARE















મોરબી નજીક શક્તિનગર-ત્રાજપરમાં જુગારની બે રેડ: જુગાર રમતા સાત શખ્સો પકડાયા

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ કાવેરી સિરામિકની પાછળના ભાગમાં શક્તિનગર વિસ્તારમાં તેમજ ત્રાજપરમાં આવેલ અવેડા નજીક જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા કુલ મળીને સાત શખ્સો મળી આવ્યા હતા જેથી તેઓની રોકડ રકમ સાથે ધરપકડ કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારના જુદા જુદા બે ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ કાવેરી સિરામિકની પાછળના ભાગમાં શક્તિનગર શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા પરસોતમભાઈ હમીરભાઇ શેખા (25) રહે. શક્તિનગર મોરબી, હાજીભાઇ ઉમરભાઈ જામ (44) રહે. કાંતિનગર માળિયા ફાટક પાસે મોરબી, અકબરભાઈ દાઉદભાઈ ચનાણી (23) રહે. કાંતિનગર માળિયા ફાટક પાસે મોરબી અને જયંતીભાઈ દેવજીભાઈ શ્રીમાળી (45) રહે. શક્તિનગર કાવેરી સિરામિક પાછળ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 12,270 ની રોકડ કબજે કરી હતી

આવી જ રીતે જુગારની બીજી રેડ મોરબીના ત્રાજપર વિસ્તારમાં અવેડા પાસે કરવામાં આવી હતી ત્યારે ત્યાં જાહેરમાં જુગાર રમતા સંજયભાઈ ઉર્ફે ચનો સવજીભાઈ કુંવરિયા (30) રહે. ત્રાજપર મોરબી, ફિરોજભાઈ ઇસ્માઈલભાઈ બ્લોચ (36) રહે. નકલંક કારખાનામાં મકનસર અને અશ્વિનભાઈ બાબુભાઈ રાઠોડ (35) રહે. ત્રાજપર છેલ્લી શેરીમાં મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 1,610 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા બે જુગારના ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News