મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા સરકારી હાઇસ્કુલ સંઘ આયોજીત શૈક્ષણિક અધિવેશનનું આયોજન


SHARE













મોરબી જીલ્લા સરકારી હાઇસ્કુલ સંઘ આયોજીત શૈક્ષણિક અધિવેશનનું આયોજન

મોરબી જિલ્લા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી દ્વારા પ્રેરિત જિલ્લા કક્ષાનું શૈક્ષણિક અધિવેશનનું આયોજન અભિનવ સ્કૂલમાં રાખવામાં આવ્યું હતું આ અધિવેશનમાં મોરબી જિલ્લાના સરકારી હાઈસ્કૂલના શિક્ષકો હાજર રહ્યાં હતા.તેમજ અતિથિઓ તરીકે શિક્ષણવિદ અને હાસ્યલેખક એવા ડૉ.અમૃતલાલ કાંજીયા, વી.સી.હાઇસ્કુલના પૂર્વ આચાર્ય એવા રમેશ મેરજા, મોરબી જિલ્લા સંઘ પ્રમુખ મેહુલ દેથરીયા, મહામંત્રી મોરબી જિલ્લા સંઘ દર્શન પટેલ, વર્ગ 2 અધિકારી એવા અલ્પેશભાઈ પરમાર, વર્ગ 2 અધિકારી પાડલિયાભાઈ તેમજ અભિનવ સ્કૂલના સંચાલક મનોજ ઓગણજા હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ પ્રાર્થનાથી થઈ હતી. ડૉ. અમૃતલાલ કાંજીયાએ ખૂબ જ રમુજ સાથે હળવી શૈલીમાં શિક્ષક-વિદ્યાર્થી-શાળાનાં પરસ્પર  સંબંધો કેવા હોવા જોઈએ એ બાબતે વક્તવ્ય આપ્યું અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા અને વહીવટી કુશળ એવા વી.સી.હાઇસ્કૂલના પૂર્વ આચાર્ય રમેશ મેરજા સાહેબ દ્વારા શિક્ષકો સાથે વહીવટી પ્રશ્નોત્તરી કરવામાં આવી તેમજ શિક્ષણ સેવા વર્ગ-૨ એવા પાડલિયાભાઈએ ખુબ જ સરસ રીતે શિક્ષકની ભૂમિકા શું હોવી જોઈએ વિશે વક્તવ્ય આપ્યું, અભિનવ શાળા સંચાલક એવા મનોજ દ્વારા ભવિષ્યમાં સરકારી શિક્ષક સંઘને એમનાથી સકય હોય એવી તમામ મદદ કરવાની બાંહેધરી આપી હતી. અને મોરબીના જિલ્લા શિક્ષણાધિકારી કે.એમ.મોતા દ્વારા ઓડિયો સંદેશ દ્વારા શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમના અંતે પર્યાવરણ પ્રત્યે આપણી ફરજ સમજીને રોપા વિતરણ કરવામાં આવ્યા અને દરેક શિક્ષક દ્વારા એક વૃક્ષ ઉછેરવાની જવાબદારી લેવામાં આવી હતી. અને અંતમાં મોરબી જિલ્લા સંઘના પ્રમુખ એવા મેહુલ દેથરીયા દ્વારા કાર્યક્રમમાં હાજર તમામ શિક્ષકો તેમજ મંચસ્થ મહેમાનોનો આભાર વ્યકત કરાવામાં આવ્યો હતો.






Latest News