મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે આચાર્ય પ્રશિક્ષણનો કાર્યક્રમ યોજાયો
મોરબી નગરપાલિકા પ્રજાના ટેક્ષના પૈસાનો ગેરઉપયોગ કરતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
SHARE









મોરબી નગરપાલિકા પ્રજાના ટેક્ષના પૈસાનો ગેરઉપયોગ કરતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
મોરબી શહેર ની કહેવાતી એ ગ્રેડ ની નગરપાલિકા માં ચાલતો ટેક્ષના પૈસાનો બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેવું મોરબી શહેર કોંગ્રેસના માજી પ્રમુખ આક્ષેપ કરેલ છે.
મોરબી નગરપાલિકાના કર્મચારીઓ નગરપાલિકાના નિણર્ય વિરુધ પોતાનાના હક માટે કોર્ટની અંદર કેસ કરેલ છે. જે કેસ કોર્ટ અંદર ચાલી રહ્યા છે જેમાં મોરબી પાલિકા તરફથી ભાજપ પક્ષની વિચારધારાના રાજકોટના કોઈ વકીલને કેસમાં રોકવામાં આવ્યા છે. જેની કેસ દીઠ કે મુદત દીઠ કોર્ટે ફી નગરપાલિકા આશરે 5,000 જેવી રકમ ચૂકવે છે આ ચૂકવતા તમામ પૈસા મોરબી શહેરની પ્રજા દ્વારા મોરબી નગરપાલિકાને ટેક્સના રૂપમાં ભરવામાં આવેલ છે તે ટેક્ષની રકમમાંથી ચૂકવવામાં આવે છે પરંતુ કોર્ટ કેસ કરનાર કર્મચારી અને યુનિયનના લીડર સાથે ચર્ચા કરતા તેઓએ એવું જણાવેલ કે રાજકોટથી આવતા આ ભાજપની વિચારધારાના વકીલ કોર્ટમાં મુદત સમયે હાજર રહેતા નથી જેના કારણે કોર્ટ દ્વારા નગરપાલિકાના રજૂઆતના હક બંધ કરવામાં આવે છે જે વકીલને પણ જણાવવામાં આવે છે.
આમ હક બંધ થઈ જતા ફરી હક ચાલુ કરાવવા માટે જે તે લોકોએ કેસ કરેલ છે તેમને પૈસા ચૂકવવા પડે છે જેના કારણે પાલિકાને આર્થિક નુકસાન થાય છે અને કોર્ટ કેસની વકીલને ફી ઉપરાંત કામદારોને પણ પૈસા ચૂકવવા પડે છે. તો આ વકીલ કોર્ટ કેસમાં શા માટે હાજર રહેતા નથી ? અને હાજર નથી રહેતા તેના કારણે કર્મચારીઓના કેસનું નિરાકરણ આવતું નથી અને મોરબી પાલિકાને પણ આર્થિક નુકસાની થાય છે. પાલિકામાં હાલ વહીવટદારનું શાસન છે. તો વહીવટદાર આ બાબતે શું આ બાબતની સમજ નહી ધરાવતા હોય ? કે પ્રજાના ટેક્સના પૈસા ખોટી રીતે વેડફાય છે. તો તે પૈસાની જવાબદારી કોની ? પ્રજા પોતે પોતાના પરસેવાના કમાણીના ટેક્સના પૈસા પાલિકામાં ભરે છે. અને આ વકીલ કામગીરી કરી શકતા ન હોય તો તેમને તાત્કાલિક છુટા કરી દેવા જોઈએ. મોરબી પાલિકાના વહીવટદારે તાત્કાલિક પૈસા બચાવ માટે રાજકોટથી આવતા વકીલને છુટા કરી સ્થાનિક વકીલને રોકવા જોઈએ અને પૈસાનો ગેરઉપયોગ બંધ થાય તેવું કરવા માટે મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ જણાવ્યુ છે.
