મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેર હાઈવે, શનાળા-રવાપર રોડ અને જજ બંગલો નજીક ઢોરનો અતિશય જમાવડો, અકસ્માતને આમંત્રણ સમાન


SHARE













મોરબી-વાંકાનેર હાઈવે, શનાળા-રવાપર રોડ અને જજ બંગલો નજીક ઢોરનો અતિશય જમાવડો, અકસ્માતને આમંત્રણ સમાન

મોરબીના શહેરી વિસ્તારો બાદ હવે હાઇવે ઉપર પણ વાહનોને અડચણ બને તે રીતે ઢોરનો અતિશય ત્રાસ જોવા મળે છે અને હાઇવે ઉપર પણ રોડ વચ્ચે ઢોર બેઠેલા હોય તેવા ફોટા અવારનવાર સોશિયલ મીડિયામાં જોવા મળે છે.મોરબીના વાંકાનેર હાઇવે ઉપર અડીંગો જમાવીને ઢોર બેસતા હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.જેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.જે અંગેના સમાચાર આવતા ટ્રાફિક પોલીસ દ્વારા હાઈવે ઢોર હટાવવાની કામગીરી પણ કરવામાં આવી હતી.

મોરબીમાં રખડતા ઢોરની સમસ્યા લગભગ દરેક વિસ્તારમાં જોવા મળે છે.શહેરી વિસ્તારની વાત કરીએ તો શહેરના મુખ્ય હાર્દ સમાન સનાળા રોડ અને રવાપર રોડ ઉપર અને ગેસ્ટ હાઉસ રોડ ઉપર તેમજ જજ બંગલો નજીક સતત રોડ ઉપર ઢોર જોવા મળે છે.જેના લીધે વાહનચાલકો ઉપર સતત અકસ્માતનો ભય રહે છે.માટે શહેરના મુખ્ય વિસ્તારો ઉપરથી રજડતા ઢોરને દૂર કરવામાં આવે તેવી લોકોમાં પણ માંગ ઉઠી રહી છે.નોંધનીય છે કે અગાઉ લાખો રૂપિયા ઢોર પકડવાના નામે પાલિકામાંથી ખર્ચવામાં આવતા હતા છતાં પણ સમસ્યાઓ યથાવત રહેતી હતી.તાજેતરમાં જ મોરબીમાં નવલખી હાઇવે ઉપર આવેલ પીપળીયા ચોકડી પાસે મોડી રાત્રિના ઢોર સાથે બાઈક અથડાવાના લીધે એક યુવાનનું તેમજ હળવદના ચરાડવા-સમલી વચ્ચેના રસ્તે પણ ઢોર સાથે બાઈક અથડાવા લીધે એક યુવાનનું મોત થયેલ છે.






Latest News