મોરબી-વાંકાનેર હાઈવે, શનાળા-રવાપર રોડ અને જજ બંગલો નજીક ઢોરનો અતિશય જમાવડો, અકસ્માતને આમંત્રણ સમાન
મોરબીના ગ્રાહકને વીજ કંપનીએ વ્યાજ સાથે ૨.૩૮ લાખ રૂપિયા ચૂકવવા ગ્રાહક કોર્ટનો ચુકાદો
SHARE









મોરબીના ગ્રાહકને વીજ કંપનીએ વ્યાજ સાથે ૨.૩૮ લાખ રૂપિયા ચૂકવવા ગ્રાહક કોર્ટનો ચુકાદો
મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા લી.ઓ. પેકના માલીક મયુરભાઈ સવસાણી તથા અન્ય ભાગીદારોને કલેકટર ઓફ ઇલેકટ્રીક સીટી ડયુટી પાસેથી લી.ઓ. ઓટોપેકને પાંચ વર્ષનું એકઝામીનેશન સર્ટિફીકેટ તથા પશ્ચિમ ગુજરાત વીજ કું.લી. રાજકોટને ૨,૩૦,૬૭૫ અને ૮૦૦૦ કુલ ૨,૩૮,૬૭૫ તા. ૧૯/૧૦/૨૦૨૩ થી ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો ગ્રાહક અદાલતે હુકમ કરેલ છે.
આ કેસની વિગત પ્રમાણે લી.ઓ. ઓટો પેકના માલીક મયુરભાઈ સવસાણી તથા અન્ય ભાગીદારોએ કલેકટર ઓફ ઇલેકટ્રીક સીટી ગાંધીનગરએ પાંચ વર્ષનું એકઝામીનેશન સર્ટીફીકટ ઇસ્યુ કરેલ નહીં. લી.ઓ. ઓટોપેકે તમામ કાગળો સમયસર રજુ કરેલ પરંતુ ઇડી એકઝામીનેશનની અરજી કરેલ પરંતુ ગાંધીનગર કલેકટર ઓફ ઇલેકટ્રીક સીટીએ એવું કારણ આપેલ કે આપનુ આ એકાઉન્ટ પ્રથમ ઉત્પાદીત એકમના હોય વિધુત સુલ્ક અધિનિયમની જોગવાઈ મુજબ નવા ઉધોગીક એકમોને માફી મળવાપાત્ર નથી તેવું કારણ બતાવીને અરજી દફતરે ફાઇલ કરી નાખેલ હતી.
જયારે પાર્ટીએ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીને બીલ ભરેલ આમ લી.ઓ. ઓટોપેકના માલીકને અન્યાય થતાં મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં ફરીયાદ દાખલ કરેલ હતી અને અદાલતે કલેકટર ઓફ ઇલેકટ્રીક સીટી ડયુટી ગાંધીનગરને પાંચ વર્ષનું એકઝામીનેશન સર્ટી આપવું અને પશ્ચિમ વિજ ગુજરાત કંપનીને રાજકોટને ૨,૩૦,૬૭૫ અને ૮૦૦૦ અન્ય ખર્ચના ૨,૩૮,૬૭૫ તા.૧૯-૧૦-૨૩ થી ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે
હિમસન આર્ટીસ્ટ ફેડરેશન
મોરબીમાં હિમસન આર્ટીસ્ટ ફેડરેશન દ્વારા સ્વ.મહંમદ રફીને પુણ્યતિથિ નીમીતે તા.૩૧-૭-૨૪ ને બુધવારના રોજ સંગીત સંઘ્યા (મ્યુઝીકલ નાઇટ) નું આયોજન કરવામાં આવેલ છે જેમાં મોરબીના ઘરેણા સમાન મ્યુઝીસન અને સીંગરો પોતાની કલા રજૂ કરશે. આ કાર્યક્રમ દશાશ્રીમાળી વણીક ભોજનશાળામાં રાત્રે ૮-૩૦ કલાકે પ્રસ્તુત થશે. જેથી મોરબીની સંગીત પ્રેમી પ્રજાને આ કાર્યક્રમમાં આવવા માટે આયોજકે આમંત્રણ આપેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા હિમસન આર્ટિસ્ટ ફેડરેશન ગુજરાતના પ્રમુખ રામ મહેતા, ઉપપ્રમુખ ધનશ્યામસિંહ એસ. ઝાલા અને સૌરાષ્ટ્ર કચ્છના પ્રમુખ કિશન પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે.
