મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના હેલીપેડ નજીકથી 109 બોટલ દારૂ સાથે બે પકડાયા


SHARE













મોરબીના હેલીપેડ નજીકથી 109 બોટલ દારૂ સાથે બે પકડાયા

મોરબીના ઘુંટુ ગામ પાસે આવેલ હેલીપેડ પાછળ બાવળની કાંટમાં દારૂની રેડ કરી હતી ત્યારે બે શખ્સ દારૂના જથ્થા સાથે મળી આવ્યા હતા. જેથી પોલીસે 109 બોટલ દારૂ કબજે કરીને બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગમાં હતી ત્યારે તાલુકા પોલીસ સ્ટેશનના વનરાજ ચાવડાને મળેલ બાતમી આધારે મોરબીના ઘુંટુ ગામ નજીક આવેલ હેલિપેડ પાછળના ભાગે દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 109 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 32,915 નો દારૂનો જથ્થો કબજે કરેલ છે અને પોલીસે આરોપી આરોપી પીરાભાઇ જોધાભાઇ બોહરીયા જાતે ભરવાડ (36) રહે.  માનસધામ સોસાયટી પીપળી રોડ મોરબી મુળ રહે. રાપર અને ભાવેશભાઇ ચંદુભાઇ સંઘાણી જાતે પટેલ (33) રહે. હરીઓમ પાર્ક સોસાયટી ઘુંટુ મોરબી મુળ રહે. ખીરઇ તાલુકો માળીયા (મિં) વાળાની ધરપકડ કરેલ છે અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે






Latest News