હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં ભાજપના રાજમાં અમારી દીકરીઓ સલામત નથી !: ભાજપનો આગેવાન યુવતી ભગાડી જતાં ભોગ બનેલ પરિવારનો ધારાસભ્ય સમક્ષ આક્રોશ


SHARE









ટંકારા તાલુકામાં ભાજપના રાજમાં અમારી દીકરીઓ સલામત નથી !: ભાજપનો આગેવાન યુવતી ભગાડી જતાં ભોગ બનેલ પરિવારનો ધારાસભ્ય સમક્ષ આક્રોશ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં ઓટાળા ગામમાંથી ભાજપનો આગેવાન ગામની દીકરીને ભાગડી ગયેલ છે અને દીકરી કયા છે તેનો હજુ સુધી કોઈ પત્તો લાગેલ નથી અને પોલીસ ફરિયાદ લીધા નથી જેથી કરીને ગામના લોકોમાં ભારે આક્રોશ છે અને આજે ભોગ બનેલ પરિવારની સાથે ગામની મહિલાઓ સહિતના લોકો રવાપર ચોકડી ધારાસભ્યના કાર્યાલયે આવ્યા હતા ભાજપના રાજમા અમારી દીકરી સલામત નથી અને ભાજપનો આગેવાન જ અમારી દીકરીને ભગાડી ગયેલ છે જેથી કરીને પોલીસ તેને પકડતી નથી તેવો ગંભરી આક્ષેપ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા પરિવારની દીકરીને તે જ ગામમાં રહેતો ભાજપનો આગેવાન બેચર ઘોડાસરા ભગાડી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા પરિવાર નામ જોગ ફરિયાદ કરવા માટે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ગયો હતો જો કે, પોલીસે પરિવારની ફરિયાદ લઈને દીકરીને શોધવા અને આરોપીને પકડવા માટેની કામગીરી કરી ન હતી અને માત્ર અરજી લઈને તપાસ કરવામાં આવી રહી છે. અને ત્રણ દિવસમાં દીકરીનો કોઈ પત્તો લાગેલ નથી જેથી કરીને ભોગ બનેલ પરિવારની સાથે 500 થી વધુ ગ્રામજનો આજે મોરબીની રવાપર ચોકડી પાસે આવેલ ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઓફિસે આવ્યા હતા અને ભાજપનો આગેવાન દીકરીને ભગાડી ગયેલ છે જેથી કરીને પોલીસ ફરિયાદ લેતી નથી તેવો આક્ષેપ કરેલ છે અને ભાજપના રાજમા ભાજપનો આગેવાન દીકરીને ભગાડી જાય છે અને પોલીસ તેને છાવરતી હોય તેવી રીતે ભોગ બનેલ પરિવારની ફરિયાદ લેતી નથી. ત્યારે ધારાસભ્યએ કહ્યું હતું કે બેચર ઘોડાસરાની સામે પગલાં લઈને તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે અને દીકરીને તાત્કાલિક શોધી કાઢવા માટે ભોગ બનેલા પરિવારના લોકોની હાજરીમાં જ તેને એસપી અને ડીવાયએસપી  સાથે વાત કરીને ઘટતી કાર્યવાહી કરવાની અને આ શખ્સનાં જે કોઈ સાગરીતો છે તેની સામે પણ કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી છે.




Latest News