મોરબીના પીપળી રોડ ઉપર ડબલ સવારી બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં સંતો-મહંતો, સાંસદ, ધારાસભ્ય, માજી મંત્રી વિગેરેની હાજરીમાં સમરસ યુવા સંગઠન દ્વારા 65 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા મોરબીના આમરણ નજીક બાઇક સ્લિપ થતાં ઉર્ષમાંથી પરત ફરતા સલાયાના બે યુવાનોના મોત મોરબીની મચ્છીપીઠ અને લીલાપર રોડ પર મારામારી : ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા મોરબીના બરવાળા પાસે સગર્ભા પત્નીને માવતરે તેડવાં જતા યુવકને અકસ્માત નડ્યો : મોત મોરબીમાં ત્રણ બોટલ દારૂ સાથે બે અને હળવદમાં 11 બોટલ સાથે એક પકડાયો મોરબી જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોને જમીન ફાળવણીના 38 હુકમો એનાયત બાહેંધરીનો ભંગ થતા કાર્યવાહી: મોરબીના ખાટકીવાસમાં 2 કતલખાના સીલ
Breaking news
Morbi Today

મોરબી ખાતે ‘મહિલા સુરક્ષા દિવસ’ અન્વયે ‘ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫’ વિશે જાગૃતી સેમીનાર યોજાયો


SHARE







































મોરબી ખાતે ‘મહિલા સુરક્ષા દિવસ’ અન્વયે ‘ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫’ વિશે જાગૃતી સેમીનાર યોજાયો

મોરબી તા 3જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી દ્વારા તા. ગત.૧-૮ ના સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા છાત્રાલય, શનાળા રોડ, મોરબી ખાતે ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ‘મહિલા સુરક્ષા દિવસ’ અન્વયે ‘ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫’ વિશે જાગૃતી સેમીનાર, સ્વ રક્ષણના વિવિધ દાવનું નિદર્શન, SHE TEAM વિશે જાગૃતિ તથા સાઇબર ક્રાઇમ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયત સદસ્ય જાનકીબેન કૈલા દ્વારા ઉપસ્થિત વિધાર્થીનીઓને હાલના સમયમાં દીકરીઓને ઘર તથા આજુબાજુમાં તેમજ શાળાના વાતાવરણમાં પોતાની માનસિક શાંતિ તથા સુરક્ષા કઈ રીતે રાખવી તે અંગે સંદેશો આપ્યો હતો. મહિલા પોલીસ સ્ટેશન મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એચ.લગધીરકા દ્વારા મહિલા સામે થતા અત્યાચાર અન્વયે રક્ષણ માટે પોલીસની ભૂમિકા વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ગુજરાત પોલીસ સુરક્ષા સરંક્ષણ તાલીમ(કરાટે)માંથી ગોપાલભાઈ દ્વારા દીકરીઓ--મહિલાઓને માનસીક રીતે સક્ષમ કેમ બનવું તથા હિંસા સામે પ્રતિકાર કઈ રીતે કરવો એ બાબતે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. પોલીસ કોન્સ્ટેબલ અશોકસિંહ દ્વારા સાયબર ક્રાઇમ અંતર્ગત સમજૂતી આપવામાં આવી હતી.જિલ્લા કાનૂની સેવા સતા મંડળના એડવોકેટ દિપાલીબેન પરમાર, મહિલા પીએસઆઈ પી.આઈ.સોનારા તથા સંકલ્પ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વિમેનના મિશન કોર્ડીનેટર મયૂરભાઈ સોલંકી દ્વારા કાર્યક્રમના વિષય અનુરૂપ ઉપસ્થિત વિધાર્થીનીઓને માર્ગદર્શન આપ્યું હતું. મહિલા અને બાળ અધિકારી શ્રી જે.બી. ત્રિવેદી દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં ચાલતી વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી તથા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સંકલ્પ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વિમેન DHEW-મોરબીના જેન્ડર સ્પેશ્યાલિસ્ટ રશ્મીબેન વિરમગામા દ્વારા કાર્યક્રમની આભારવીધી કરવામાં આવી હતી.














Latest News