મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૫૦ ગામોની મુલાકાત લઈને સરકારી-ગોચરની જમીન ઉપરના દબાણ હટાવવા માટે આપી સૂચના


SHARE





મોરબી જિલ્લામાં ૫૦ ગામોની મુલાકાત લઈને સરકારી-ગોચરની જમીન ઉપરના દબાણ હટાવવા માટે આપી સૂચના

મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અનેકવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે. હાલ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જે પહેલમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા ગામડાઓની મુલાકાત લઈ ગામના લોકોને પડતી મુશ્કેલીઓ તેમજ ગામમાં ખૂટતી સુવિધાઓ વગેરે અંગે માહિતી મેળવી સંબંધિત વિભાગો દ્વારા કલેક્ટરની સૂચના હેઠળ આ મુશ્કેલીઓ અને ખૂટતી સુવિધાઓ અંગે યોગ્ય પગલા લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આજે જિલ્લાના ૫૦ અધિકારીઓ દ્વારા ૫૦ ગામોની આકસ્મિક મુલાકાત કરવામાં આવી હતી.

હાલમાં જે ગામની મુલાકાત કરવામાં આવી છે તેમાં મોરબી તાલુકાના ૭, વાંકાનેર તાલુકાના ૧૨, ટંકારા તાલુકાના ૮, માળિયા(મીં) તાલુકાના ૧૧ અને હળવદ તાલુકાના ૧૨ ગામ મળી કુલ ૫૦ ગામની મુલાકાત કરવામાં આવી હતી. ત્યારે પી.એચ.સી., સી.એચ.સી., સબ સેન્ટર વગેરે ૨૪ કલાક કાર્યરત રહે છે કે કેમ, ત્યાં સ્ટાફ દિવસ રાત એમ બંને સમય હાજર રહે છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી. તેમજ શિક્ષિત બેરોજગાર કેટલા છે? કયા કારણોસર છે ? તેની માહિતી લેવામાં આવી હતી. વૃદ્ધોને તેમજ વિધવા મહિલાઓને સમયસર પેન્શન મળી રહે છે કે કેમ ? સરકારી તેમજ ગૌચરની જમીન પર થયેલા દબાણોની વિગત પણ મેળવવામાં આવી હતી તેમજ આ દબાણો દૂર કરવા માટેની સૂચના પણ આપવામાં આવી હતી.

ખાસ કરીને સરકારી શાળાઓ સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી ખુલી રહે છે કે કેમ ? શિક્ષકો હાજર રહે છે કે કેમ ? શાળાઓની આસપાસ ૧૦૦ મીટરના ત્રિજ્યામાં તમાકુ ગુટખા કે અન્ય કોઈ પ્રકારના કેફી દ્રવ્યનું વેચાણ નથી થતું ? તે બાબતની ચકાસણી પણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ગામડાઓમાં જઈને અધિકારીઓ દ્વારા આરોગ્ય, શિક્ષણ, ખેતીવાડી, ગ્રામ પંચાયત, આંગણવાડી, રસ્તા, સસ્તા અનાજની દુકાન, પશુ દવાખાના, બેન્કિંગ સેવા, સિંચાઈ તેમજ પીવાના પાણી વગેરે અંગે તપાસ કરવામાં આવી હતી અને તેના અહેવાલો મેળવી કલેક્ટરની સૂચના અનુસાર આ બાબતે કામગીરી કરવામાં આવી રહી છે.




Latest News