મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન મોરબી તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત: હળવદના મિયાણી નજીક કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ફરિયાદ નિવારણ અને જિલ્લા સંકલનનો કાર્યક્રમ યોજાશે


SHARE













મોરબી જિલ્લા ફરિયાદ નિવારણ અને જિલ્લા સંકલનનો કાર્યક્રમ યોજાશે

લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો જુલાઈ -૨૦૨૪ માસનો ફરિયાદ નિવારણ કાર્યક્રમઆગામી તા. ૨૨/૮ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો ૧૦મી જુલાઈ સુધી સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. આ અરજીના મથાળે જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમલખવાનું રહેશે.

 જિલ્લા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો, તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યુતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી. મહેસુલી તંત્રને લગતા પ્રશ્નો મોરબી જિલ્લા પૂરતા જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂ કરવાનાં રહેશે. મહેસુલી તંત્ર ઉપરાંત પોલીસ વિભાગ, ગુજરાત વિદ્યુતબોર્ડ, એસ.ટી., પાણી પુરવઠા બોર્ડ, સિવાયનાં પ્રશ્નો માટે જિલ્લામાં આવેલી જે તે ખાતાની જિલ્લા કક્ષાની કચેરીમાં રજૂ કરવાના રહેશે જેની અરજદારોને નોંધ લેવા નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર દ્વારા જણાવાયું છે. ૧૦મી જુલાઈ પછી આવેલી અરજી તેમજ આ કાર્યક્રમમાં રીપીટ થતા પ્રશ્નો પર કોઈ કાર્યવાહી થશે નહીં.

મોરબી જિલ્લા સંકલન
મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક આગામી તા. ૨૩/૮ ના રોજ બપોરના ૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલ તેમજ બેઠક દરમિયાન રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા ઉપરાંત સંકલન સમિતિના 1 થી 6 પત્રકોની સમીક્ષા કરવામાં આવશે.






Latest News