હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પગાર અને ભવિષ્યના પેન્શનનો કર્યો સ્વૈચ્છિક ત્યાગ મોરબીમાં વિહિપ દ્વારા વાલ્મિકી જયંતી નિમિત્તે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું મોરબીમાં બાઇકનું કાવું મારવા બાબતે બોલાચાલી કરીને છરી વડે હુમલો: 7 શખ્સો સામે ફરિયાદ મોરબીની રવિરાજ ચોકડી પાસે ટ્રક ટ્રેલર-ટાઇલ્સ નીચે દબાઈ જવાથી આધેડના મોત મામલે ગુનો નોંધાયો મોરબીમાં માળિયા ફાટક ઓવરબ્રીજ ઉપર બંધ પડેલા ટ્રકની પાછળ ડબલ સવારી બાઇક અથડાતાં એક યુવાનનું મોત: આધેડને ઇજા મોરબીની  ત્રાહપર ચોકડી પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલ આધેડ મહિલાનું મોત દિવાળી પહેલા હોળી: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસનો આજથી પ્રતિ કિલોનો ભાવ 104 રૂપિયા મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના ૩૫૦ થી વધુ બાળકોને દિવાળી નિમિત્તે નવાં કપડાંનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં દીકરીઓ ઉંચા ધ્યેય રાખીને સપનાની ઉડાન ભરો, સરકાર તમારી સાથે છે: કલેક્ટર


SHARE









મોરબીમાં દીકરીઓ ઉંચા ધ્યેય રાખીને સપનાની ઉડાન ભરો, સરકાર તમારી સાથે છે: કલેક્ટર

મોરબી ખાતે નારી વંદન સપ્તાહની ઉજવણી અન્વયે શાળાની બાળાઓ તેમજ તેમના વાલીઓને માર્ગદર્શન આપવા મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષશ્રી સરોજબેન ડાંગરોચાના અઘ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની પ્રેરક ઉપસ્થિતિમાં મહિલા બેટી બચાઓ બેટી પઢાઓ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

મોરબીમાં 'નારી વંદન ઉત્સાહ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અન્વયે મોરબીમાં શ્રીમતી એમ.પી. શેઠ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે ‘બેટી બચાઓ બેટી પઢાઓ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ નારી શક્તિની વાત કરતા જણાવ્યું હતું કે, વેદ પુરાણમાં કહેવાયું છે કે, જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે. હાલ સમાજનું ચિત્ર બદલાયું છે, અનેક કુરિવાજો દુર થઈ ગયા છે. ભૃણ પરીક્ષણ અને સ્ત્રી ભૃણ હત્યા, દીકરીઓના શોષણ વગેરે અંગે સમાજમાં પરિવર્તન આવી રહ્યું છે અને સરકાર તેમજ સમાજના સહકાર થકી મહિલાઓનું સ્થાન બદલાઈ રહ્યું છે. વધુમાં કહ્યું હતું કે દીકરીઓ ઉંચા ધ્યેય રાખી સપનાની ઉડાન ભરો, સરકાર તમારી સાથે છે.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે દ્વારા સ્ત્રી ભૃણ હત્યા, ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડીનેટર મયુરભાઈ સોલંકી દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓ, બાળ સુરક્ષા એકમના રંજનબેન દ્વારા પૉક્સો એક્ટ તેમજ મેડિકલ ઓફિસર આશાબેન જીવાણી દ્વારા Menstrual Hygiene પર કિશોરીઓને સવિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અન્વયે સ્વાગત પ્રવચન જિલ્લા મહિલા અને બાળ અધિકારી જે.બી. ત્રિવેદીએ કર્યું હતું, જ્યારે આભારવિધિ શ્રીમતી એમ.પી. શેઠ ગર્લ્સ હાઇસ્કુલના આચાર્ય દીપ્તિબેન અગ્રાવતે કરી હતી




Latest News