મોરબી શહેર અને હળવદ તાલુકામાં જુગારની છ રેડ: ત્રણ મહિલા સહિત ૨૯ વ્યક્તિઓ જુગાર રમતા પકડાયા
SHARE
મોરબી શહેર અને હળવદ તાલુકામાં જુગારની છ રેડ: ત્રણ મહિલા સહિત ૨૯ વ્યક્તિઓ જુગાર રમતા પકડાયા
મોરબી શહેર અને હળવદ તાલુકા વિસ્તારમાં જુગારની જુદી જુદી છ રેડ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા ત્રણ મહિલાઓ સહિત કુલ મળીને ૨૯ વ્યક્તિઓને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા અને તેઓની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના વાલ્મિકી વાસ શેરી નં-૧ માં રહેતા ખુશાલ સોલંકી ના ઘરની અંદર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ખુશાલ ઉર્ફે કાળાભાઈ હીરાભાઈ સોલંકી (૩૫) રહે વાલ્મિકીવાસ મોરબી, કાનાભાઈ ધારાભાઈ કરકટા (૩૫) રહે વાવડી રોડ ગાયત્રીનગર મોરબી, પારસભાઈ હીરાભાઈ સોલંકી (૩૨) રહે વાલ્મિકીવાસ મોરબી, મનસુખભાઈ મોહનભાઈ થરેસા (૪૭) રહે વાલ્મિકીવાસ મોરબી અને બસીરભાઈ સલીમભાઈ ચાનીયા (૨૯) રહે કાલિકા પ્લોટ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૪૯,૫૦૦ ની રોકડ કબજે કરી હતી
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીમાં રહેતા નીતિનભાઈ ડાંગરના ઘરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા નીતિનભાઈ કાનાભાઈ ડાંગર (૪૬) રહે કારીયા સોસાયટી મોરબી, ચેતનાબેન નવીનભાઈ ગુજ્જર (૩૦) રહે લાયન્સનગર મોરબી, મીનાબેન કાનાભાઈ ખટાણા (૩૮) રહે વાવડી રોડ ગાયત્રીનગર મોરબી, રેખાબેન હરેશભાઈ ગોસ્વામી (૩૯) રહે લાયન્સનગર મોરબી અને મનસુખભાઈ મોહનભાઈ પરમાર (૫૪) રહે લાલપર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૪,૧૦૦ ની રોકડ કબજે કરી હતી
મોરબીના રવાપર ગામ નજીક આવેલ ધાયડી વિસ્તાર વણઝારાવાસમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા સુરેશભાઈ હસનભાઈ ભરવાડીયા (૨૧), વિપુલભાઈ રામાભાઈ ભરવાડીયા (૩૨), મમલાભાઈ જુમાભાઇ ભરવાડીયા (૨૩), સુરેશભાઈ દેવાભાઈ ઘેરાસલાટ (૩૧) અને ધારાભાઈ રૂપાભાઈ ભરવાડીયા (૨૧) રહે બધા વણઝારાવાસ રવાપર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૨,૯૨૦ ની રોકડ કબજે કરી હતી
મોરબીમાં નટરાજ ફાટક પાસે આવેલ ઠાકર ફાસ્ટ ફૂડ નજીક વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા મનોજભાઈ બટુકભાઈ ગોસાઈ (૩૮);રહે વાવડી રોડ બાપાસીતારામ મઢુલી પાસે ગાયત્રીનગર સોસાયટી મોરબી વાળો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧,૨૩૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી
મોરબીમાં બોધનગર ફિલ્ટર હાઉસ ની બાજુમાં આવેલ જાહેર જગ્યા ઉપર જુગાર રમતા આવવાની હકીકત આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ભરતભાઈ બાબુભાઈ લાંબરીયા (૨૫) રહે પખાલી શેરી મોરબી અને મેહુલભાઈ ત્રિભુવનભાઈ સનુરા (૨૬) રહે ગાયત્રીનગર સોસાયટી મોરબી વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૩,૧૫૦ ની રોકડ કબજે કરી હતી.
રણછોડગઢ જુગાર
હળવદ તાલુકાના રણછોડગઢ ગામે હરેશભાઈ બચુભાઈ પરમારના ઘરની બાજુમાં શેરીમાં જુગાર રમતા હોવાની હકીકત પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી લાલજીભાઈ મનસંગભાઈ બાવરવા (૨૦) રહે. કડીયાણા, હરેશભાઈ બચુભાઈ પરમાર (૨૭), રાજેશભાઈ મનજીભાઈ પરમાર (૨૮), કાળુભાઈ વશરામભાઈ ભોજૈયા (૪૫), બચુભાઈ કાનજીભાઈ પરમાર (૪૫) અને મનુભાઈ રણછોડભાઈ સિહોરા (૪૨) રહે, પાંચેય રણછોડગઢ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૦,૦૫૦ ની રોકડ કબજે કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.